વાંદરાનો આંતક નિયત્રંણમાં લેવા દાદ માગવામાં આવી :સરસપુરમાં વાંદરાએ 17 વ્યક્તિને બચકાં ભરતાં હાઈકોર્ટમાં પિટિશન
વન વિભાગને ફરિયાદો કરવા છતાં ઉકેલ નહીં આવતાં સ્થાનિકો કોર્ટમાં પહોંચ્યા પિટિશનમાં રજૂઆત, વૃદ્ધો અને બાળકો તો ઘરની બહાર નીકળતાં પણ ડરે છે સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાએ 17 વ્યક્તિને લાફા મારી બચકાં ભરી લીધાની ઘટના બની છે.
- વન વિભાગને ફરિયાદો કરવા છતાં ઉકેલ નહીં આવતાં સ્થાનિકો કોર્ટમાં પહોંચ્યા
- પિટિશનમાં રજૂઆત, વૃદ્ધો અને બાળકો તો ઘરની બહાર નીકળતાં પણ ડરે છે
સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાએ 17 વ્યક્તિને લાફા મારી બચકાં ભરી લીધાની ઘટના બની છે. આ અંગે સ્થાનિકોએ વારંવાર કોર્પોરેશન અને વનવિભાગને જાણ કરી હતી તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, વાંદરો રોજે બેથી ત્રણ વ્યક્તિને કરડે છે. વૃદ્ધો અને બાળકો તો ઘરની બહાર પણ નીકળતા ડરે છે. આ અંગે આવતા સપ્તાહે હાથ ધરાશે.
સ્થાનિકોએ વારંવાર કોર્પોરેશન અને વનવિભાગને જાણ કરી
સરસપુરના રહીશોએ કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાનો આતંક વધી ગયો છે. અત્યાર સુધીમાં 16થી 17 વ્યક્તિને વાંદરો કરડયો છે. તેમાં 6થી 7 નાના બાળકો અને 10 વૃદ્ધનો સમાવેશ થાય છે. એકલા ફરતા વ્યકિત પર વાંદરો હુમલો કરીને બચકાં ભરે છે જેના લીધે એક વૃદ્ધને બે વખત વાંદરો કરડયો તેમને 10થી 12 ટાંકા લેવા પડયા છે.
વૃદ્ધને બે વખત વાંદરો કરડયો તેમને 10થી 12 ટાંકા લેવા પડયા
આ વિસ્તારમાં એકલા જતા કોઇ પણ વ્યક્તિને ડર લાગી રહ્યો છે. ભોંયરાવાળા મહાદેવના ડહેલા નજીક રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અનેક મહિલાઓ પર પણ હુમલો કરીને વાંદરો લાફા મારીને જતો રહે છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશન અને વન વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા નથી. જો સત્તાધીશો દ્વારા વાંદરાને પકડવામાં નહી આવે તો અનેક લોકોને કરડી શકે છે.
સ્કૂલે જતાં 6 બાળકને વાંદરાએ લાફો મારી બચકાં ભરી લીધાં
વહેલી સવારે સ્કૂલે જતા બાળકો મોટાભાગે એકલા હોય છે. તે સમયે વાંદરો અચાનક ક્યાંકથી બાળકોને લાફા મારે છે અને અત્યાર સુધીમાં 6 બાળકોને બચકાં ભરી લીધા છે તેમના શરીરમાંથી માંસનો લોચો ખેંચી ન લે ત્યાં સુધી તેમને મારે છે. આ વિસ્તારમાં વાંદરાનો આંતક ઝડપથી નિયત્રંણમાં લેવા દાદ માગવામાં આવી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले