રેલ ટ્રાફિકને અસર થશે:12 ફેબ્રુઆરી સુધી 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ
ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ અને 6 ટ્રેન મોડી ઉપડશે રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે.
- ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ અને 6 ટ્રેન મોડી ઉપડશે
રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ રહેશે. 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ છે અને 6 તેના નિયત સમય કરતા મોડી ઉપડશે.
2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર
વડોદરા-જામનગર ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી, જામનગર-વડોદરા ઇન્ટરસિટી 4થી 12 ફેબ્રુઆરી, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 7થી 11 ફેબ્રુઆરી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 6થી 11 ફેબ્રુઆરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11 ફેબ્રુઆરી અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત 11 ટ્રેન આંશિક રદ કરાઈ છે જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુધી સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રદ રહેશે.
અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ
ઓખા-ભાવનગર એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-હાપા વચ્ચે અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુધી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર 6થી 10 ફેબ્રુઆરી વાંકાનેર-જામનગર વચ્ચે રદ રહેશે.
રેવા-રાજકોટ 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ
જામનગર-બાંદ્રા હમસફર 7થી 10 ફેબ્રુઆરી જામનગર-વાંકાનેર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા 6થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા 7થી 11 ફેબ્રુઆરી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. રેવા-રાજકોટ 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ રહેશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले