રેલવેનો બ્લોક:ઉધના-સુરત અને ડુંગરી-બીલીમોરા વચ્ચે બ્લોક, ટ્રેનો અડધાથી બે કલાક મોડી દોડશે, કેટલીક ટ્રેન આંશિક રદ કરાઇ
ઉધના-સુરત અને ડુંગરી-બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે આજે અને આવતીકાલે બ્લોક લેવામાં આવ્યો છે.
ઉધના-સુરત અને ડુંગરી-બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે આજે અને આવતીકાલે બ્લોક લેવામાં આવ્યો છે. ઉપરાંત પશ્ચિમ રેલ્વેના વડોદરા – આણંદ રેલ્વે વિભાગના બાજવા- રણોલી રેલવે સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોક લેવાનો નિર્ણય કરાયો છે. જેને કારણે 23 મે, 2023 (મંગળવારે) અને તા. 24મીના બુધવારે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનો મોડી પડશે.
આજે આ ટ્રેનો મોડી પડશે
23મી તારીખે જે ટ્રેનો મોડી પડનાર છે તેમાં 22મીએ ઝાંસીથી રવાના થનાર ટ્રેન નંબર 22195 ઝાંસી-બાંદ્રા એક્સપ્રેસ 4 કલાક મોડી પડશે. ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક મોડી પડશે. 22મીએ રવાના થનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બે ક્લાક મોડી પડશે. ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે.
બાંદ્રા-સુબેદારગંજ એક્સપ્રેસ 1 કલાક મોડી પડશે
ટ્રેન નંબર 19015 દાદર- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 04126 બાંદ્રા-સુબેદારગંજ એક્સપ્રેસ 1 કલાક 10 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એસી એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12925 મુંબઈ અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે.
આવતીકાલે આ ટ્રેનો મોડી પડશે
24મીએ જે ટ્રેનો મોડી પડશે તેમાં ટ્રેન નંબર 19015 દાદર- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 09075 મુંબઈ-કાઠગોદામ એક્સપ્રેસ 45 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12656 ચેન્નાઈ- અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 1 કલાક 55 મિનિટ મોડી પડશે. આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેના વડોદરા આણંદ રેલ્વે વિભાગના બાજવા- રણોલી રેલવે સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોકને કારણે 23 મે, 2023 (મંગળવારે) કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો મોડી પડશે.આંશિક રીતે રદ કરાયેલી જે ટ્રેનો છે તેમાં ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ વડોદરા – અમદાવાદ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે રદ રહેશે.
આ ટ્રેનો પણ મોડી પડશે
જે ટ્રેનો મોડી પડશે તેમાં ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ 1 કલાક 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22959 જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ 15 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22938 રીવા – રાજકોટ સુપરફાસ્ટ 20 મિનિટ મોડી પડશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले