देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 18 बार पढ़ी गई

રીલ્સની ઘેલછામાં જીવને જોખમમાં મૂક્યો, LIVE:સુરતમાં યુવક 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી બ્રિજની પાળી પર કોઈ પણ આધાર વિના ચાલ્યો, પોલીસને પડકાર ફેંક્યો, વીડિયો વાઇરલ

સુરતમાં રીલ્સની ઘેલછામાં એક યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યાનો વીડિયો વાઇરલ થયો છે. સમયાંતરે શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી રીલ્સ બનાવતા યુવાનોના વીડિયો સામે આવતા હોય છે.

Abhishek Raghuvanshi17 जुलाई 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

સુરતમાં રીલ્સની ઘેલછામાં એક યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યાનો વીડિયો વાઇરલ થયો છે. સમયાંતરે શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી રીલ્સ બનાવતા યુવાનોના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે આજે જે વીડિયો વાઇરલ થયો છે તેમાં યુવકને જાણે પોતાના પરિવારની પણ ચિંતા ન હોય તેમ જોખમી રીતે 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી ઓવરબ્રિજની પાળી પર ચાલતો નજરે પડે છે. આ યુવકનો વીડિયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે જે વાઇરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

યુવકનું જીવના જોખમે વોક
સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. શહેરના લગભગ તમામ ઝોનમાં અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ ઉપર યુવકો ફોટો પાડતા અને વીડિયો ઉતારતા જોવા મળે છે. પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે પાંડેસરા વિસ્તારનો છે. જેમાં યુવક ઓવરબ્રિજની પાળી ઉપર ચાલતો હોવાનો વીડિયો બનાવી રહ્યો છે. અંદાજે રોડથી 25થી 30 ફૂટ ઊંચાઈ ઉપર માત્ર એક ફૂટ જેટલી પહોળી પાળી ઉપર ચાલતો દેખાઈ રહ્યો છે.

तस्वीरों में खबर7 फोटो

વીડિયોમાં શું જોવા મળે છે
વીડિયોમાં જોવા મળે છે કે, યુવાને રેડ કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને બે વ્યક્તિ બ્રિજ પર અને આ યુવાન પાળી પર ચડે છે. બાદમાં યુવક સાંકડી પાળી પર કોઈ પણ પ્રકારના આધાર વગર ચાલવા માંડે છે. બ્રિજ પર રહેલા બે યુવક તેને નીચે ઉતરી જવાનું કહેતા હોય તેવુ જણાઇ છે. પરંતુ યુવક પાળી પર ચાલ્યો જ જાય છે. આ યુવક બ્રિજની પાળી પર 20 ફૂટ જેટલું ચાલ્યો હતો અને બાદમાં નીચે ઉતરી ગયો હતો.

યુવાન કોણ તેની તપાસ હાથ ધરાઇ: PI
આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કમલિયાએ જણાવ્યું હતું કે, આ વીડિયો પાંડેસરાના પિયુષ પોઈન્ટ વિસ્તારનો છે. કોઈ યુવક બ્રિજ ઉપર ચાલી રહ્યો હોવાનો જણાઇ આવ્યું છે. આ યુવક કોણ છે તેની તપાસ કરવા માટે અમારી ટીમ પહોંચી છે.

પોલીસની કાર્યવાહી છતાં યુવકો ગાંઠતા નથી
શહેરમાં જ્યારે પણ આવા રિલ્સ બનાવતા વીડિયો સામે આવ્યા હોય ત્યારે પોલીસ તેમને શોધીને તેમની સામે કાર્યવાહી પણ કરે છે. છતાં પણ યુવકો પોતાના જીવના જોખમે આ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે. થોડા દિવસ અગાઉ એક કોમર્શિયલ પ્લાઝા ઉપર યુવકો ચડી ગયા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા. તેમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

યુવકોએ આ રીતે જીવ જોખમમાં ન મૂકવા લોકોમાં ચર્ચા
આ યુવકો બ્રિજ ઉપર ચડીને વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં પણ કેવી રીતે વીડિયો શૂટ કરી રહ્યા હતા તે પણ જાણવા જેવો વિષય છે. યુવકોએ વીડિયો ઉતારવા માટે બ્રિજ ઉપર જ વાહન પાર્ક કરી દીધા હતા કે ચાલતા ચાલતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા? યુવકોએ સમજવું જોઈએ કે આવી રીલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ એવી ચર્ચા શહેરીજનોમાં ઉઠી છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑