देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 12 बार पढ़ी गई

રાજ્યમાં 5 દિવસ કુદરત કહેર વર્તાવશે:15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 90થી 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

હાલ ગુજરાત પર ‘બિપરજોય’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Abhishek Raghuvanshi12 जून 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

હાલ ગુજરાત પર ‘બિપરજોય’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 12, 13, 14, 15 અને 16 જૂને અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને મોરબીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર આવી પડેલી કુદરતી આફતને પહોંચી વળવા તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.

12થી 16 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદની વકી
અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડું જેમજેમ આગળ વધી રહ્યું છે, તેમતેમ ગુજરાતનો દરિયો તોફાની બનતો જાય છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસરથી 12થી 16 જૂન વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ ગાળામાં રાજ્યમાં 90થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં શહેરમાં તોફાની પવન ફૂંકાવા અને વીજળી કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 15મીને ગુરુવારે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આગામી 15 અને 16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદ પડવાની વકી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિ.મી. થવાની સંભાવના રહેલી છે. પોરબંદરના દરિયામાં 30 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. આ સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ઝડપમાં વધારો થઈને 135ની ઝડપે પવન ફૂંકાશે.

तस्वीरों में खबर7 फोटो

અમદાવાદમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે
હવામાન વિભાગના આંકડા મુજબ, બિપરજોય વાવાઝોડાની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ગગડીને 38.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયા વાતાવરણ વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડું કચ્છના લખપત વચ્ચે કોઇપણ જગ્યાએ લેન્ડ ફોલ કરશે
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, વાવાઝોડું કચ્છના લખપત વચ્ચે કોઇપણ જગ્યાએ લેન્ડ ફોલ કરશે. જેની અસરથી 13થી 16 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેની અમદાવાદમાં સાઈક્લોનની અસરથી રવિવારે કચ્છના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પાર 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. રાજ્યનાં અન્ય શહેરોનાં તાપમાનમાં ઘટાડો થયો હતો. સાઈક્લોન લેન્ડ થયા બાદ 13 જૂનથી અમદાવાદ સહિત ગાંધીનગર, આણંદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારનાં શહેરોમાં 30થી 50 કિલોમીટરના પવનો ફુંકાવાની સાથે હળવો વરસાદ પડી શકે છે.

આજરોજ આ જિલ્લામાં વરસાદની સંભાવના
સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 જૂને આ સ્થળોએ વરસાદ પડી શકે છે
પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.

14 જૂને આ સ્થળોએ વરસાદ પડી શકે છે
અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.

15-16 જૂને આ સ્થળોએ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ
કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ બે દિવસ આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑