‘રક્તદાન એ મહાદાન’:નડિયાદમાં અવરલેડી પીલર હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, નગરજનોએ હોંશે હોંશે રક્તદાન કર્યું

By Abhishek Raghuvanshi
1 Min Read

‘રક્તદાન એ મહાદાન’ આ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે. નડિયાદમાં માતૃછાયા સંસ્થાના કેમ્પસમાં આવેલ અવરલેડી પીલર હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ રક્તદાન કર્યું છે.

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ઈન્દીરાનગરી પાસે આવેલ અવરલેડી પીલર હોસ્પિટલ ખાતે આજરોજ ગુરૂવારે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ એન ફેમીલી અને હાર્ટ હોસ્પિટલ નડિયાદ (DDMM)ના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિર યોજાઈ હતી. સમાજમાં લોહીની પડતી અછત અને સમાજમાં આ દિશામાં જાગૃતિ કેળવાય તે હેતુસર આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નગરના અનેક અગ્રણીઓ તેમજ સંસ્થાના સંચાલકો, વ્યવસ્થાપકો તેમજ આમંત્રિત લોકો હાજર રહ્યા હતા.

Exit mobile version