ધરપકડ:પાંચ વર્ષ અગાઉ લેતી-દેતીમાં થયેલી હત્યામાં આરોપીને આજીવન કેદ

By Abhishek Raghuvanshi
1 Min Read

પાંચ વર્ષ પૂર્વે અડાજણમાં રૂપિયાની લેતી-દેતીમાં રિક્ષા ચાલકની થયેલી હત્યાના કેસમાં આરોપી રાજુ મદનાણીને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આરોપી તરફે રજૂઆત હતી કે તે અનસાઉન્ડ માઇન્ડનો છે., માનસિક બિમારીથી પીડાતો હોય તેની સારવાર ચાલુ છે. કોર્ટે નોંધ્યુ હતુ કે માનસિક બિમારી અંગેના કોઈ કાગળો રજૂ કરવામાં આવ્યા નથી.

આરોપી રાજુ મદનાણી (પાલનપુર જકાતનાકા)એ રજનીકાંત ઉર્ફે રાજુને ઉછીના 5 લાખ આપ્યા હતા જે તેણે પરત માગ્યા હતા. રૂપિયા પરત ન આવતા આરોપીએ 17મી એપ્રિલ, 2018ના રોજ રાજુભાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમા આરોપીની સામે ગુનો નોંધાતા તેની ધરપકડ કરાઇ હતી.

Exit mobile version