મિત્રને બાઇક આપવાનું ભારે પડયું:મિત્ર પાસે બાઇક માંગી ફોન સ્નેચ કર્યો સ્લીપ થતાં ટોળાએ બાઇક સળગાવી
નવાગામના યુવકને મિત્રને બાઇક આપવાનું ભારે પડયું મોબાઇલ લૂંટમાં 2 સામે ગુનો, બાઇક સળગાવનાર 4 પકડાયા ખટોદરા રાયકા સર્કલ પાસે વહેલી સવારે બે ચોરો કારીગરનો મોબાઇલ સ્નેચીંગ કરી બાઇક પર ભાગ્યા હતા.
- નવાગામના યુવકને મિત્રને બાઇક આપવાનું ભારે પડયું
- મોબાઇલ લૂંટમાં 2 સામે ગુનો, બાઇક સળગાવનાર 4 પકડાયા
ખટોદરા રાયકા સર્કલ પાસે વહેલી સવારે બે ચોરો કારીગરનો મોબાઇલ સ્નેચીંગ કરી બાઇક પર ભાગ્યા હતા. રસ્તામાં બાઇક સ્લીપ થતા બન્ને બાઇક મુકી ભાગી ગયા હતા. આથી કારીગરના મિત્રોએ ચોરોનું બાઇક સળગાવી દીધું હતું. બાઇક સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે સુરજ સંતોષ જૈના, રમેશ, બાબુ કુમાર શાહુ અને રંજન ક્રિષ્ના રાઉતની ધરપકડ કરી છે. જેમાં 3 આરોપી ઓરિસ્સા અને એક રાજસ્થાનનો છે. પોલીસે બાઇકના નંબર આધારે નવાગામ ડિંડોલી જલારામ નગરમાં રહેતા શુભમગીરી ગૌસ્વામીના ઘરે પહોંચી હતી.
શુભમગીરીએ પોલીસ ને જણાવ્યું કે 26મી તારીખે તે મિત્રો સાથે બાઇક પર દર્શન કરી ઘરે આવતા હતા તે સમયે મિત્ર શિવમ ઠાકુર બાઇક ચલાવવા માંગી હતી. આથી શુભમગીરીએ બાઇક આપતા મિત્રએ પોતે ચલાવવાને બદલે અન્ય એક મિત્રને ચલાવવા આપી પોતે પાછળ બેસી ગયો હતો. પછી શિવમ ઠાકુરે તેના એક મિત્ર સાથે બાઇક રાયકા સર્કલ પાસે કારીગરનો મોબાઇલ સ્નેચીંગ કર્યો હતો. બન્ને ચોરો ભાગવા જતા બાઇક સ્લીપ થયું હતું. જેથી ટોળા પકડવા દોડતા બન્ને બાઇક મુકી ભાગી ગયા હતા. ટોળાએ બાઇકને આંગ ચાંપી દીધી હતી.
બાઇક લઈ મિત્ર ઘરે નહિ આવતા શુભમગીરીએ કોલ કર્યો હતો. જેમાં શિવમ ઠાકુરે કહ્યું કે બાઇક સ્લીપ મારી ગઈ અને મને ઈજા થઈ છે, બાઇક ત્યાં પડેલુ છે એવું જૂઠાણું ચલાવ્યું હતું. જ્યારે પોલીસનો રેલો આવતા શિવમ ઠાકુરે ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો છે. હાલમાં શિવમ ઠાકુર અને તેનો એક મિત્ર ફરાર છે જેને પોલીસ શોધી રહી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले