ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ઉપવાસ પર બેસવાની ચીમકી:શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી. સોલંકીનો ગંભીર આક્ષેપ; ઉજડા ગામે ચેકવોલ અને માટીમેટલ રસ્તાઓમાં વ્યાપક ગેરરીતિ
શહેરા તાલુકાના ઉજડા ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં ગરીબો માટેની મનરેગા યોજનાના કામો કર્યા વગર લાખો રૂપિયા ઉપાડી લેવાના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.
શહેરા તાલુકાના ઉજડા ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં ગરીબો માટેની મનરેગા યોજનાના કામો કર્યા વગર લાખો રૂપિયા ઉપાડી લેવાના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. ત્યારે શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનરેગા શાખાની ટીમના સભ્યોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવતા ભારે ચકચાર મચી છે. શહેરા તાલુકાના ઉજડા ગામે ચેકવોલ અને માટી મેટલ રસ્તાઓમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીએ જણાવ્યું હતું કે, લાખો રુપિયાનું કૌભાડ થયું છે. ચેકવોલ અને માટીમેટલ બન્યા નથી છતા તેના પૈસા ઉપડી ગયા છે. આથી મેં રજૂઆત કરી હતી પણ કૌભાંડને દબાવવા માટે રાતોરાત ચેકવોલ અને માટી મેટલ રસ્તાઓ બનાવાની કામગીરી શરુ કરી છે, પરંતુ સરકારને મારી વિનંતી છે જે પૈસા ઉપડી ગયા છે તે રીકવરી કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો હુ મુખ્યમંત્રી કચેરીની બહાર ઉપવાસ પર બેસવાનો છું.
શહેરા તાલુકામાં આ મામલે ચકચાર મચી જવા પામી હતી. અચાનક મનરેગા શાખાની ટીમ દ્વારા ઉજડા ગામે ચેકવોલ અને માટી મેટલના રસ્તા બનાવવાનું કામ શરૂ કરીને ગેરરીતિઓના પુરાવાઓના નાશ કરવાના પ્રયાસો કરતા વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીએ તાત્કાલિક પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અને પંચમહાલ કલેકટર પાસે પુનઃ આ જગ્યાનું સ્થળ તપાસ કરી પંચનામા સાથે તપાસનો અહેવાલ જો 36 કલાકમાં નહીં આપો તો આજરોજ એટલે કે સોમવારના રોજ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય બહાર ઉપવાસ ઉપર બેસવાની ચીમકીઓ લેખિતમાં ઉચ્ચારવામાં આવી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
