ભાજપના પૂર્વ MLAના ભત્રીજાનો આપઘાત:રાજકોટમાં લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી, પિતા ખીરસરામાં ઉપસરપંચ, એકનો એક પુત્ર હતો
રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી.
રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી. ઘટનાના પગલે લોધિકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોપ્સિટલ ખસેડ્યો હતો. મૃતકના પિતા ખીરસરા ગામમાં ઉપસરપંચ છે અને તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો.
આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરાઇ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે લોધિકા પોલીસે સ્થળ પર પહોંચી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પરિવારના આધારસ્તંભ યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સાગઠિયા પરિવારમાં શોકની લાગણી છવાઈ
રાજકોટના લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા પુનિત ખીમજીભાઈ સાગઠિયા નામના યુવાને ગત સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સાગઠિયા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતક રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા લાખા સાગઠિયાનો ભત્રીજો હતો.

પુનિત પરિવારનો આધારસ્તંભ અને અપરિણીત હતો
પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભાઈ અને મૃતકના પિતા ખીમજીભાઈ ખીરસરા ગામના ઉપસરપંચ છે. ભત્રીજાએ ગત સાંજે પોતાના ઘરે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. જો કે, કારણ અંગે પરિવારજનો અજાણ છે. મૃતક અપરિણીત હતો. પરિવારના આધારસ્તંભ એકના એક યુવાન પુત્રના મોતથી સાગઠિયા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ લોધિકા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले