બેકાર પતિનો પત્ની પર ત્રાસ:સુરતમાં પતિ મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોઈ શારીરિક સંબંધ બાંધવા પત્ની સાથે જબરદસ્તી કરતો, અભયમે સમાધાન કરાવ્યું
સુરતમાં પતિ દ્વારા પત્નીને અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોવાનો કોલ મહિલા હેલ્પલાઈન 181 પર આવ્યો હતો. પીડિતા પત્નીએ જણાવ્યું હતું કે, પતિ મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોઈ શારીરિક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરે છે.
સુરતમાં પતિ દ્વારા પત્નીને અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોવાનો કોલ મહિલા હેલ્પલાઈન 181 પર આવ્યો હતો. પીડિતા પત્નીએ જણાવ્યું હતું કે, પતિ મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોઈ શારીરિક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરે છે. આ સાથે જ ખરાબ વીડિયો સગા-સંબંધીઓને પણ મોકલે છે. જે બાદ અભયમે પતિને સમજાવી સમાધાન કરાવ્યું હતું.
પતિ 5 વર્ષથી કંઈ કામધંધો કરતા નથી
સુરત ઉધના વિસ્તારમાંથી 50 વર્ષના એક પીડિત મહિલાનો મહિલા હેલ્પલાઇન 181 નંબર પર ફોન આવ્યો હતો કે, તેમના પતિ તેમને હેરાન કરે છે. પીડિતાના ઘરે જઈ વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને અહીં રોજગારી માટે આવ્યા છે. પીડિતાને 2 દીકરા છે. તેમના પતિનું એક્સિડન્ટ થયું હોવાથી પતિ 5 વર્ષથી કંઈ કામધંધો કરતા નથી.
મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોતો રહેતો
પીડિતા મજૂરીકામ કરે છે અને દીકરાઓને ઘર ચલાવવામાં મદદ કરે છે. પીડિતાના પતિને દીકરાએ લોકડાઉનમાં સ્માર્ટફોન લાવી આપ્યો છે. હવે પતિ તેમના મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોઈ છે અને તે પ્રમાણે પીડિતાને શારીરિક સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરે છે. પીડિતા ના પાડે તો શારીરિક માનસિક ત્રાસ આપે છે.
પત્નીની મિત્રને પણ ફોન કરી હેરાન કરતો
પીડિતાના પતિ તેમના સગાં સંબંધીઓને પણ ખરાબ વીડિયો શેર કરે છે. પીડિતાની એક બહેનપણી છે તેમની સાથે પીડિતા ફોન પર વાતચીત કરતા હોય છે, તો પીડિતાના પતિ આ બહેનપણીને પણ ફોન કરે છે. તેથી પીડિતાના બહેનપણીએ પીડિતાના પતિનો ફોન નંબર બ્લોક કરી દિધો છે. તેથી પીડિતાના પતિ પીડિતાને માનસિક ત્રાસ આપે છે.
અભયમની સમજાવટ બાદ ફોન દીકરાને આપી દીધો
અભમયની ટીમે પીડિતાના પતિ સાથે વાતચીત કરી તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ લિગલી સમજ આપી હતી. પીડિતા પતિ એ હવે પછી પત્નીને હેરાન નહીં કરે તેમ જણાવ્યું છે. આ સાથે જ તેમનો મોબાઈલ ફોન પણ દીકરાને આપી દીધો છે. અભયમની સમજાવટ બાદ પીડિતાએ પણ હાલ પતિ સાથે સમાધાન કર્યું છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले