બાળકો ચીડિયા થતા હોવાની વાલીની ફરિયાદ:ધો. 1થી 7માં બિનજરૂરી ચોપડાં ન મંગાવી બેગનું વજન 3થી 6 કિલો રાખવા આદેશ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • બેગના વજનથી બાળકો ચીડિયા થતા હોવાની વાલીની ફરિયાદ
  • જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની સ્કૂલોને લેખિત જાણ કરી

ભાર વિનાના ભણતર સામે હજી પણ અનેક બાળકો સ્કૂલોમાં વજનદાર બેગ લઈને જઈ રહ્યા છે. આ મામલે વાલી મંડળે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની સ્કૂલોને બાળકો પાસે બિનજરૂરી પુસ્તકો નહીં મંગાવવા આદેશ કર્યો છે.

આ મામલે વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, ‘અમને ઘણા વાલીઓની ફરિયાદ મળી હતી કે, સ્કૂલો વિદ્યાર્થીઓ પાસે વધારાની નોટબુક અને વર્કબુક સહિતના પુસ્તકો મંગાવી રહી છે. જેથી ઘણીવાર બાળકના વજન કરતાં પણ બેગનું વજન વધી જાય છે. વિદ્યાર્થીઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને બાળકોને બેગ ઉંચકવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી ડો. દીપક દરજીને અમારા તરફથી રજૂઆત કરવામાં આવી હતી.

સ્કૂલ બેગના વજનથી બાળકો ચીડિયા બની રહ્યા હોવાનું અનેક વાલીઓનું કહેવું હતું. શારીરિક નુકસાનની વાત કરીએ તો બાળકોના ખભા નમી જવા, ગરદનમાં દુખાવો થવો, કરોડરજ્જુનો દુખાવો સહિતની ફરિયાદો મળી હતી.

બાળકના 10મા ભાગના વજનનું બેગ રાખવા તાકીદ

- Advertisement -
પ્રાથમિક તપાસના પરિણામ
ધોરણબાળકનુંબેગનું વજન
1-219.543.25
320.734.25
439.75
5233.4
634.765.29
737.156
નવી શિક્ષણ નીતિ મુજબ બેગના વજન
ધોરણબેગનું વજન
1થી 21.6-2.2
3થી 51.7-2.5
6થી 72.0-3.0
82.5-4.0
9થી 102.5-4.5
11થી 123.5-5.0
પ્રિ-પ્રાઇમરીના બાળકો માટે ‘નો બેગ’ની જોગવાઈ છે.

દંડથી માંડીને માન્યતા રદ કરવા સુધીનાં પગલાં લેવાશે
સ્કૂલોને આદેશ કર્યો છે કે બાળકોને જરૂર મુજબના જ પુસ્તકો મંગાવે. બાળકોના 10મા ભાગના વજનનું બેગ હોવું જોઈએ.ચેકિંગમાં આ નિયમોનું પાલન ન જણાશે તો માન્યતા રદ સુધીની કાર્યવાહી થશે. > ડો. દીપક દરજી, જિલ્લા શિક્ષણાધિકારી

બેગનું વજન વધારે હોય તો વાલી ફરિયાદ કરી શકે
બેગનું વજન વધારે ન હોય એવી વ્યવસ્થા કરવા સ્કૂલોને સૂચના આપી છે અને વાલીઓએ પણ ધ્યાન રાખવું. બાળકના વજનના 10મા ભાગથી વધારે બેગનું વજન ન હોવું જોઈએ. વાલીઓ અમારી કચેરીમાં આવી લેખિતમાં કે ઇ-મેલથી ફરિયાદ કરી શકશે.

નવી શિક્ષણ નીતિમાં આ આદેશો પણ કરાયા છે
NEP-2020 (નવી શિક્ષણ નીતિ)માં બેગનું વજન તપાસવા સ્કૂલોમાં ડિજિટલ મશિન મૂકવા આદેશ છે. શનિવારે ‘નો બેગ ડે’ મનાવી બાળકોને પ્રેક્ટિકલ એજ્યુકેશન આપવું. ધો. 1-2ના બાળકોએ વર્ગકાર્ય માટે એક જ નોટબુક લાવવાની રહેશે. 3થી 5માં બે નોટબુક. 6થી 8માં ક્લાસવર્ક અને હોમવર્ક માટે ખુલ્લી ફાઇલમાં પેપર રાખવાના રહેશે. બાળકોને શેરિંગ શીખવવા એકબીજાના પુસ્તકો વહેંચવાની ટેવ કેળવવી પડશે.

Exit mobile version