બાળકીને ઉઠાવી જનારી બંગડીની જેેમ હથકડી કાઢી ફરાર, ઉદવાડાથી ઝડપાઈ
પિતા સાથે પ્લેટફોર્મ પર સુતેલી બાળકીનું કડોદરા લઈ લઈ અપહરણ કરાયું હતું પોલીસ મથકમાં લઘુશંકાનું કહી AC ટ્રેનમાં ભાગી હતી, દોઢ કલાકમાં જેલમાં ચાર દિવસ અગાઉ સુરતના રેલવે સ્ટેશનથી છ વર્ષની બાળકીનું અપહરણ કરી કડોદરા લઈ જનારી એક મહિલા પકડાઈ હતી.
- પિતા સાથે પ્લેટફોર્મ પર સુતેલી બાળકીનું કડોદરા લઈ લઈ અપહરણ કરાયું હતું
- પોલીસ મથકમાં લઘુશંકાનું કહી AC ટ્રેનમાં ભાગી હતી, દોઢ કલાકમાં જેલમાં
ચાર દિવસ અગાઉ સુરતના રેલવે સ્ટેશનથી છ વર્ષની બાળકીનું અપહરણ કરી કડોદરા લઈ જનારી એક મહિલા પકડાઈ હતી. પોલીસ મથકમાં મહિલા લોકઅપ ન હોવાથી આરોપી રિન્કુદેવી ઉર્ફે પાયલને ચાર દિવસથી હથકડી પહેરાવીને બહાર રખાઇ હતી. સોમવારે સવારે છ વાગ્યે બંગડી કાઢે તેવી જ રીતે હથકડી કાઢી નાંખી બાથરૂમના બહાને ચકમો આપી ભાગી પ્લેટફોર્મ નં-1 ઉપર પહોંચી ગઇ હતી અને બાદમાં ટ્રેક કૂદી પ્લેટફોર્મ નં-2 પર પહોંચી હમસફર એક્સપ્રેસમાં બેસી ઉદવાડા પહોંચી ગઇ હતી. મુંબઇ સુધી પોલીસને એલર્ટ કરી અને સુરત પોલીસની એક ટીમને પણ રવાના કરાઈ હતી.
ઉદવાડા સ્ટેશન નજીક ટીસી દ્વારા મહિલા પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ તેની પાસે ટિકિટ ન મળતા નાગરિક સમજી ઉદવાડા સ્ટેશને ઉતારી દેવાઇ હતી અને પોલીસને જાણ કરાઇ હતી. આ દરમિયાન ત્યાં સુરત પોલીસનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. તેઓએ રિન્કુદેવીને પકડી લીધી હતી. સોમવારે રિન્કુદેવીના પાંચ દિવસના રિમાન્ડ પુરા થવાના હોય પોલીસે તેને રેલવે કોર્ટમાં રજૂ કરીને ત્યારબાદ લાજપોર જેલમાં મોકલી આપી હતી.
રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ જ નથી
સુરત રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ નથી. જ્યારે કોઇ મહિલા આરોપી પકડાઇ ત્યારે લોકઅપની બહાર જ રાખવામાં આવે છે અને બાદ તેને લાજપોર જેલ મોકલાય છે, હાલના અપહરણના કેસમાં પણ પાંચ દિવસથી રિન્કુદેવી ઉર્ફે પાયલને લોકઅપની બહાર જ રાખવામાં આવી હતી. શરીરે પાંતળા બાંધાની રિન્કુદેવીએ ખુબ જ સર્તકતાથી હથકડી કાઢી નાંખી હતી.
બાળકીને મુંબઇ વેચવાનું ખૂલ્યું, આરોપી વોન્ટેડ
5 દિવસ પહેલા રિન્કુદેવીએ જે બાળકીનું અપહરણ કર્યું તે બાળકીને મુંબઇમાં વેચી દેવાનો પ્લાન હતો. પાંચ દિવસના રિમાન્ડમાં રિન્કુદેવીએ પોલીસને મુંબઇના યુવકની વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસ મુંબઇ સુધી જઇ આવી હતી, પરંતુ ત્યાંથી પોલીસને તે યુવક મળ્યો ન હતો અને વિલા મોંએ પરત ફરી હતી.જોકે, હાલમાં આ યુવકને શોધવાના ચક્રો ગતિમાન કરાયા છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले