નિર્ણય:સરકાર ખેડૂતો પાસેથી ઘઉંની સાથે જાડું ધાન્ય (મિલેટ્સ) ટેકાના ભાવે ખરીદશે
વિશ્વમાં વર્ષ 2023ની ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવણી 31 માર્ચ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનઃ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જરૂરી વિશ્વમાં 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે હવે મિલેટ્સ એટલે કે જાડું ધાન્ય પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે.
- વિશ્વમાં વર્ષ 2023ની ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવણી
- 31 માર્ચ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનઃ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જરૂરી
વિશ્વમાં 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે હવે મિલેટ્સ એટલે કે જાડું ધાન્ય પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. કેબિનેટમાં આ મામલે નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવે અનાજ વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાના રહેશે.
આજથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે 31મી માર્ચ સુધી ચાલશે. 1થી 15મી જૂન સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.ડુંગળી- બટાટાના ખેડૂતોને સહાય માટે ટૂંકમાં નિર્ણય લેશે ઃ રાજ્યમાં તાજેતરમાં ડુંગળી અને બટાટાના પોષણક્ષમ ભાવો મળી રહ્યા નહીં હોવાથી ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અે બટાટા પકવતા ખેડૂતોને સહાય માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले