ટ્રેન ચૂકવવાના ડરે યુવતીએ આ શું કર્યું?, CCTV:બેંગ્લોર એક્સપ્રેસમાં ચડવા જતી યુવતી નીચે પડીને ઢસડાઈ, RPFની મહિલા કોન્સ્ટેબલે જીવ બચાવ્યો
ગાંધીધામ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ડબ્બામાં ચડવા જતી એક યુવતીનો પગ લપસી ગયો હતો. જો કે તેને હેન્ડલ પકડી રાખતા પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી.
ગાંધીધામ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ડબ્બામાં ચડવા જતી એક યુવતીનો પગ લપસી ગયો હતો. જો કે તેને હેન્ડલ પકડી રાખતા પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી. રેલવે પ્લેટફોર્મ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મહિલા કોન્સ્ટેબલે યુવતીને પ્લેટફોર્મ પર ઘસડાતા જોઈને તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી. ટ્રેનથી તેને દૂર કરી દીધી હતી. RPFની મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો હતો. યુવતીને ટ્રેનમાં સહી-સલામત બેસાડી રવાના કરી હતી.
સીડી ઉતરીને યુવતીએ ટ્રેન તરફ દોટ મૂકી
મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર ગાડી નંબર 16505 બેંગ્લોર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 3 પરથી તેના નિર્ધારિત સમયથી ઉપડી હતી. તે દરમિયાન એક 20થી 25 વર્ષની ઉંમરની યુવતી સીડી પરથી ઉતરી અને સીધી ચાલુ ટ્રેનમાં ચડવા માટે ગઈ હતી, પરંતુ તેનો પગ ડબ્બાના પગથિયા પરથી લપસી ગયો હતો. યુવતીએ ડબ્બામાં ચડવા માટે હેન્ડલ પકડી રાખ્યું હતું, જેથી પોતે પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી. પ્લેટફોર્મ પર RPFની મહિલા કોન્સ્ટેબલ ભૂરીબેન ચૌહાણ પ્લેટફોર્મ પર પોતાની ડ્યુટી પર હાજર હતા. તેઓએ આ યુવતીને પ્લેટફોર્મ પર ઢસડાતાં જોઈ અને તાત્કાલિક દોડ્યા હતા. યુવતીને પકડી ટ્રેનથી દૂર કરી હતી. ગાર્ડ તરફ ઈશારો કરીને ટ્રેનને રોકાવી દીધી હતી.
ગાર્ડ તરફ ઈશારો કરીને ટ્રેનને રોકાવી
ચાલુ ટ્રેનમાં ચડવા જતી યુવતીને નીચે પડેલી જોતા જ તાત્કાલિક RPFના મહિલા પોલીસકર્મીએ તેને બચાવી લીધી હતી અને ત્યારબાદ ટ્રેનને રોકાવી દીધી હતી. યુવતી ને તરત જ ટ્રેનમાં બેસાડવાની મદદ કરી હતી. 20થી 25 વર્ષની આ યુવતી હતી અને તે પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ ટ્રેન ઉપડી જતાં ચાલુ ટ્રેનમાં ચડવા ગઈ હતી અને નીચે પડી જતાં આરપીએફની મહિલા કોન્સ્ટેબલે તેનો જીવ બચાવીને મદદ કરી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
