देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ગારિયાધારમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી:NCC કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોએ પરેડ યોજી, બાળકોએ યોગ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી

ભાવનગરના ગારીયાધાર ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથેની ઉજવણી સરકારી સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

Abhishek Raghuvanshi15 अगस्त 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ભાવનગરના ગારીયાધાર ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથેની ઉજવણી સરકારી સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીએ ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા અને પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ પણ જોડાયાં હતાં. NCC કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોએ પરેડ યોજી હતી. તેમજ બાળકોએ યોગ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ગારિયાધારની નાગરિકોને આપેલા ઉદબોધનમાં કહ્યુ હતું કે, સમાજના તમામ વર્ગોને સાથે લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની ઉજળી પરંપરા ભારતે વિકસિત કરી છે. “મારી માટી મારો દેશ”, “હર ઘર તિરંગા” અને “તિરંગા યાત્રા” થકી દેશ ભક્તિનો માહોલ સમગ્ર દેશમાં છવાયેલો પણ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં આહવાનને પગલે આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, ઔદ્યોગિક ગૃહો આ દરેકે – દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને ‘મા’ ભારતીનું ગૌરવગાન કર્યું છે.

तस्वीरों में खबर7 फोटो

મંત્રીએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજ્ય રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ પટેલે 562 રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું. આવાં વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને નતમસ્તક વંદન કરું છું.

મંત્રીએ વધુમાં કહ્યું કે, એક ભારત – શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે. વડાપ્રધાને એક જ ઝાટકે કલમ 370 અને 35-એની નાબૂદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમાં એક અને અખંડ ભારતનુ સ્વપ્ન મૂર્તિમંત થઈ શક્યું છે. કોરોના મહામારીમાં વડાપ્રધાનના દૂરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. લોકડાઉન બાદ રાષ્ટ્રના વિકાસને પુન: વેગવાન બનાવવાં જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુન: ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે. કોરોના જેવી મહામારીમાંથી બહાર આવીને સમગ્ર દેશ હવે વિકાસના પાટા પર પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે. ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં અવિરત જનસેવા, વિકાસની આરાધનાનું અનુષ્ઠાન કર્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 2001માં શાળાઓનો ડ્રોપ આઉટ રેશિયો 20 ટકાથી વધુ હતો એ આજે 1 ટકાથી પણ ઓછો થયો છે એ માટે સરકાર શાળા પ્રવેશોત્સવ થકી છેવાડાના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે એ માટે કટિબદ્ધ છે. ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, 24 કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આઝાદીના આ વર્ષે ભારત નવી દિશામાં આગળ વધી રહ્યું છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.

આજે આત્મનિર્ભર ભારત થકી બોર્ડર પર મૂકવામાં આવેલ ટેન્ક પણ સુરતમાં બની રહી છે. આયુષ્માન ભારત કાર્ડ દ્વારા આજે ગરીબ પરિવાર પણ મોંઘી હોસ્પિટલોમાં સારવાર લઈ શકે છે એના માટે આયુષ્યમાન કાર્ડની લિમિટ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા.25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગે મંત્રીએ ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા મોડલ સ્કૂલ માનવડ, પોલીસ, આરોગ્ય, 108 એમ્બ્યુલન્સ, વન વિભાગ, યોગ બોર્ડ, પંચાયત તથા શિક્ષણ વિભાગ ઉપરાંત વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી. ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું. પરેડનું નિરીક્ષણ પ્રોબેશનરી ડી.વાય.એસ.પી. એમ.વી.દેસાઈએ કર્યું હતું,

આ કાર્યક્રમમાં ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ ડો.પ્રશાંત જીલોવા, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્નર પી.જે.ભગદેવ, પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન કેશુભાઈ નાકરાણી, મામલતદાર સહિતનાં પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑