કૌભાંડી કરૂણેશ પાસેથી સ્કોર્પિયો અને 39 લાખ રોકડા કબજે કરાયા

By Abhishek Raghuvanshi
2 Min Read
  • કરૂણેશને સીમકાર્ડ આપનારા કારખાનેદાર સાગર દોંગાની ધરપકડ
  • પોલીસે ફરિયાદી પાસેથી પણ 11 લાખ મુદ્દામાલ તરીકે જમા લીધા

કરૂણેશને સીમકાર્ડ આપનાર કારખાનેદાર સાગર દોંગા નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત કૌભાંડી કરૂણેશ પાસેથી એક સ્કોર્પિયો કાર અને રૂા. 39 લાખ રોકડ કબજે લીધી છે. ઉપરાંત ફરિયાદી અને ઇજાગ્રસ્ત યુવકના મળીને વધુ 11 લાખ મળી કુલ 59.92 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

મારૂતી વીર જવાન ટ્રસ્ટ-યુવા ટીમ, સંઘર્ષના સાથી, ભૂખ્યાને ભોજન, તેજસ સંગઠન સહિતની વિવિધ સામાજીક સંસ્થાના નામે કરોડો રૂપિયા ઉસેટી લેનાર કૌભાંડી કરૂણેશ રાણપરીયાને મદદ કરનાર એમ્બ્રોઇડરી કારખાનેદાર સાગર દોંગાની પોલીસે ધરપકડ કરીને લાજપોર જેલ ધકેલી દીધો છે. આ ઘટનામાં પોલીસે કરૂણેશ પાસેથી 25 લાખની નવી સ્ક્રોર્પિયો કબજે કરી છે. જે મુદ્દે કરૂણેશ અને હિતેશ ગોયાણી વચ્ચે માથાકૂટ થઇ છે તેને લઇને પોલીસે હિસાબ પણ મંગાવ્યો છે. જેમાં અમરોલી પોલીસે કરૂણેશ પાસેથી રોકડા 37 લાખ, ફરિયાદી સંજય પટોડીયા અને ઇજાગ્રસ્ત હિતેશ ગોયાણી પાસેથી 12 લાખ મળી કુલ 49 લાખ કબજે કર્યા છે. પોલીસે અત્યાર સુધીમાં મુદ્દામાલ સ્વરૂપે કુલ્લે રૂા. 59.92 લાખની રકમ કબજે કરી છે. આ સાથે જ

સરકાર સાથે ઠગાઇમાં પુરવા એકત્ર કરવાનું શરૂ કરાયું
પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં અમરોલી પોલીસે કરૂણેશે સરકાર સાથે કરેલી ઠગાઇની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરકાર પાસેથી અંદાજીત 1 કરોડની રકમ મેળવીને ક્યાં ક્યા વટાવી તેના પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આગામી દિવસમાં કૌભાંડી કરૂણેશ અને તેની ટોળકી સામે વધુ એક ગુનો નોંધાય તેવી પણ શક્યતા છે.

Exit mobile version