ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી:ગુજરાત યુનિવર્સિટીમાં IELTS અને ખાનગી કંપનીને આપેલ બિલ્ડિંગના MOU રદ કરવા NSUIની માગ
ગુજરાત યુનિવર્સિટીમાં હવે IELTS કોચિંગ સેન્ટર શરૂ થયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અટલ કલાં ઇનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવામાં આવી છે, જે મામલે NSUIએ વિરોધ કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં હવે IELTS કોચિંગ સેન્ટર શરૂ થયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અટલ કલાં ઇનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવામાં આવી છે, જે મામલે NSUIએ વિરોધ કર્યો છે. NSUIએ શિક્ષણમંત્રીને પત્ર લખીને IELTS અને ખાનગી કંપનીને આપેલ બિલ્ડિંગના MOU રદ કરવા માગ કરી છે.
યુનિવર્સિટીના બે MOU મામલે NSUIનો વિરોધ
ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ ઠેર ઠેર IELTSના બેનર લાગ્યા હતા. ત્યારબાદ એનિમેશન ડિપાર્ટમેન્ટ ખાનગી કન્સલ્ટન્સી દ્વારા IELTSના કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં આવેલ અટલ ઇનોવેશન સેન્ટરમાં પણ 2 ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવામાં આવી છે. આ તમામ અંગે યુનિવર્સિટીએ MOU કર્યા છે. ખાનગી બિલ્ડિંગ ભાડે આપવા મામલે અગાઉના કુલપતિ એમ. એન પટેલના કાર્યકાળમાં ઠરાવ થયો હતો. આ બિલ્ડિંગ ભાડે આપવાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની આવક શરૂ થઈ છે.
શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત
જો કે, યુનિવર્સિટીના બિલ્ડિંગમાં ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવા બદલ સિન્ડિકેટ સભ્યોએ વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીમાં શરૂ થયેલ IELTS કોચિંગ સેન્ટર શરૂ કરવામાં પણ સિન્ડિકેટ સભ્યોની ભૂમિકા છે. NSUIએ બંને મામલે શિક્ષણમંત્રીને પત્ર લખીને બંને MOU રદ કરવા માંગણી કરી છે.
MOU રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશુંઃ ભાવિક સોલંકી
આ અંગે NSUIના નેતા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. એક બાદ એક MOU થતા જાય છે અને યુનિવર્સિટીમાં ખાનગી કંપનીઓની એન્ટ્રી થઈ રહી છે. જેને લઈને અમે વિરોધ કર્યો છે અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જો આ MOU રદ નહીં થાય તો આગામી સમયમાં યુનિવર્સિટીનું ખાનગીકરણ રોકવા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले