देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 13 बार पढ़ी गई

અમદાવાદમાં 80 લાખ લોકો પર સીસીટીવી કેમેરાની નજર રહેશે, શંકાસ્પદનો ફોટો સ્કેન કરતાં જ દસ દિવસના વિઝ્યુઅલ મળશે

બ્રહ્માસ્ત્ર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાઈલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો અમદાવાદ શહેરમાં 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે, જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે.

Abhishek Raghuvanshi8 अप्रैल 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • બ્રહ્માસ્ત્ર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાઈલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો

અમદાવાદ શહેરમાં 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે, જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે. આ કેમેરા જાતે જ શંકાસ્પદ વ્યક્તિ કે અગાઉથી જ અપલોડ કરાયેલા ડેટા આધારે આરોપીઓને ઓળખી કાઢશે. એટલું જ નહીં પોલીસ પણ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો અપલોડ કરી જે તે વ્યક્તિની છેલ્લા દસ દિવસની હિલચાલથી માંડીને જે તે દિવસે જો કેમેરાની નજરમાં આવ્યો હશે તો તે છેલ્લા લોકેશન સુધીની વિગતો ગણતરીની સેકન્ડમાં જ મેળવી શકશે. આ પ્રોજેક્ટનું નામ છે ‘બ્રહ્માસ્ત્ર’. જેનો પાઈલટ પ્રોજેક્ટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવાયો છે.

શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ‘એકલવ્ય’ અને ‘પથિક’ જેવી એપ્લિકેશન બનાવ્યા બાદ હવે ‘બ્રહ્માસ્ત્ર’ નામનું સોફ્ટવેર બનાવ્યું છે. આ સોફ્ટવેરની કાર્યપદ્ધતિ હોલિવૂડની ફિલ્મોમાં દર્શાવાતાં એક્શન સીન જેવી જ છે. પોલીસને શંકા જાય તે વ્યક્તિનો ફોટો કોઈ પણ એંગલથી અપલોડ કરશે કે તરત જ શહેરમાં લાગેલા 200 સ્માર્ટ કેમેરા 360 ડિગ્રી એંગલથી લાખો વ્યક્તિઓને સ્કેન કરીને ગણતરીની સેકન્ડ્સમાં જ જે તે વ્યક્તિને શોધી આપશે. શરત એટલી જ કે બસ તે વ્યક્તિ કેમેરા સામેથી છેલ્લા દસેક દિવસમાં પસાર થઈ હોવી જોઇએ. આ સ્માર્ટ કેમેરા રોજ રસ્તા પરથી પસાર થતા લાખો લોકોને સ્કેન કર્યા કરશે. હાલ અમદાવાદમાં લાગેલા સીસીટીવી કેમેરા ટ્રાફિક નિયમન માટેના છે.

પોઈન્ટ પર કેમેરા લાગશે જેનો ખર્ચ 3 કરોડ આસપાસ
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલિકનું કહેવું છે કે હાલ પાઈલટ પ્રોજેક્ટ ચાલુ છે. જોકે, અમે શહેરનાં 200 સ્થળ નક્કી કરી લીધાં છે. જે જગ્યા પર કેમેરા લાગશે. આ કેમેરા 360 ડિગ્રીએ રોડ પર જે તે વ્યક્તિને સ્કેન કરશે. આ સોફ્ટવેરમાં અગાઉથી જ અપલોડ કરેલા ગુનેગારોના ફોટા સાથેના ડેટાનો પણ સોફ્ટવેર જાતે જ ઉપયોગ કરી જે તે ગુનેગાર ક્યાં ફરે છે તે માહિતી રોજેરોજ અલગ તારવશે. જેનો જરૂર પડે પોલીસ ઉપયોગ કરી શકશે.

અડોશપડોશનાં રાજ્યોના ગુનેગારો અને ગેંગની વિગતો અપલોડ કરાશે
અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતી ગુનેગાર ગેંગની વિગતો આધારે ત્યાંના ગુનેગારોનો ફોટા સાથેનો ડેટા પણ આ સોફ્ટવેરમાં અપલોડ કરાશે. જેથી પોલીસની જાણ બહાર અમદાવાદમાં જો કોઈ ગુનેગાર ફરતો હશે તોપણ પોલીસને એલર્ટ મળી જશે. અમદાવાદમાં સફળ થતા આ પ્રોજેક્ટ ગુજરાતભરમાં પણ લાગુ કરાશે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑