અમદાવાદમાં કેન્ડલ માર્ચ સાથે વિશાળ રેલી:IIT મુંબઈમાં આપઘાત કરી લેનાર દર્શન સોલંકીના પરિવારને ન્યાય આપવા માગ, ધારાસભ્યો સહિતના લોકો જોડાયા
મુંબઈ IITમાં આપઘાત કરી લેનારા વિદ્યાર્થી દર્શન સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે.
મુંબઈ IITમાં આપઘાત કરી લેનારા વિદ્યાર્થી દર્શન સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે. મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ, જેમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ નીમવાની માગણી કરી છે.
કોંગ્રેસ દર્શન સોલંકીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે
મુંબઈ IITમાં આપઘાત કરનાર વિદ્યાર્થી દર્શન સોલંકીને ન્યાય અપાવવાની માગ સાથે અમદાવાદની સડકો પર વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. કોંગ્રેસ દર્શન સોલંકીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે. વિધાનસભાના સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરશે તેમ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. આજની કેન્ડલ માર્ચમાં ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના લોકો જોડાયા હતા.
લોકોએ કાળીપટ્ટી બાંધી ન્યાયની માગ કરી
મણિનગરથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજાઈ હતી. જેમાં તમામ લોકોએ કાળીપટ્ટી બાંધી દર્શનને ન્યાય અપાવવાની માગ કરી હતી. આ તકે અમિત ચાવડાએ જણાવ્યું કે, જરૂર પડે આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર SITની રચના કરે અને યોગ્ય તપાસ કરાવડાવે. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ દર્શનના મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) નીમવાની માગણી કરી છે.
મૃતકના પરિવારને હત્યાની આશંકા
દર્શન સોલંકીના પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે, તેમને દીકરો પછાત સમુદાયનો હોવાથી સંસ્થામાં ભેદભાવ કરાતો હતો અને તેની હત્યા કરાઈ હોય તેવી વધુ શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર દર્શનના માતા-પિતા મૃતદેહ લેવા મુંબઈ આવ્યા ત્યારે તેમણે તપાસ સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો કે તેમના પુત્રના મૃત્યુના કારણ અંગે શંકા પણ દર્શાવી નહોતી, એમ પોલીસે અગાઉ જણાવ્યું હતું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
