અપહરણ કરી દુષ્કર્મ આચર્યું:અમદાવાદમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી યુવકે અલગ અલગ જગ્યાએ ગોંઘી રાખી મિત્રો સાથે મળી દુષ્કર્મ ગુજાર્યુ
અમદાવાદમાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મ ગુજારવાના ગુનામાં નારોલ પોલીસે યુવતીના પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને પણ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું.
અમદાવાદમાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મ ગુજારવાના ગુનામાં નારોલ પોલીસે યુવતીના પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને પણ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ સાથે પ્રેમીએ યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ પણ આપ્યો હતો. આ ગુનામાં નારોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાત કોઈને ન કહેવાનું કહી ધમકી આપી
ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી છે કે, આરોપીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેને ધાનેરા લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ વાત કોઈને ન કરવાનું કહેતા ધમકી આપી હતી. જે બાદ યુવતીને અમદાવાદમાં લાવી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી પ્રેમી છોટુરામ અને તેના બે મિત્રોએ પણ દુષ્કર્મ ગુજાર્યો હતો. અહીં મહત્વનું છે કે, નવ દિવસ સુધી યુવતી સાથે દુષ્કૃત્ય થતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બહાને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે પ્રેમીએ યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ પણ આપ્યો હતો. આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ મુખ્ય આરોપી વીધર્મી હોવાથી આ ગુનામાં અન્ય કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રેમીએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું
અમદાવાદના નારોલ પોલીસે પકડેલા ત્રણ આરોપીઓના નામ છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઝડપાયેલ આરોપી છોટુરામ શાએ 20 વર્ષીય યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. તેનુ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ તેના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલે પણ બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले