
ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈને ઠંડીમાં પણ વધારો થયો હતો. વરસાદનું ચક્ર બદલાય એની તરત જ અસર ખેડૂતો ઉપર દેખાતું હોય છે.
ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં વરસાદ વરસ્યો
સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં વરસાદ આવવાની શક્યતા નહિવત હોય છે પરંતુ સમયાંતરે હવે વાતાવરણમાં ખૂબ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. વર્ષમાં હવે કમોસમી વરસાદ વરસ તો હોવાની ઘટના પણ વધી રહી છે.સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો હતો.કીમ, કઠોદરા, કુડસદ, સાંધિયેર સહિત માં ગામોમાં વરસાદ વરસ્યો હતો. એકાએક વરસાદ વરસતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. કમોસમી વરસાદ જ્યારે પણ વરસતો હોય છે ત્યારે સૌથી વધુ ખેડૂતોમાં ચિંતા પ્રસરી જતી હોય છે.
ડાંગરનો પાક છે પણ વરસાદથી કોઈ અત્યારે નુકસાન નથી: પ્રમુખ ખેડૂત સમાજ
દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે સુરત જિલ્લામાં માત્ર ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદ જ્યારે કામોસમી રીતે વરસતો હોય છે ત્યારે ખેતીને નુકસાન થવાનું સૌથી પહેલો વિચાર અમને આવતો હોય છે. પરંતુ હાલ ડાંગર નો પાક છે પરંતુ એને આ વરસાદથી વધુ કોઈ નુકસાન થયું નથી માત્ર ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં જ વરસાદ વરસ્યો છે અને હવે પછી જે પાક આવશે તે શેરડીનો લેવામાં આવશે. પરંતુ જ્યારે આ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ પહોંચાતું હોય છે.
