વડનગરની ઊર્જા વિદ્યાલય, વેરાવળની શાળાના કિસ્સા:માસૂમ બાળકને ખરાબ અક્ષર કાઢવા બાબતે ઢોરમાર માર્યો, વિદ્યાર્થિનીને દાખલો ન આવડતા શિક્ષિકાએ માર માર્યો

By Abhishek Raghuvanshi
3 Min Read
  • સમગ્ર ઘટના છુપાવવા જવાબદાર શિક્ષણ વિભાગને પણ અજાણ રાખ્યું!

વેરાવળની ભીડીયા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ખાનગી પ્રાથમિક શાળાના એક આચાર્ય એ ધો. 3 માં અભ્યાસ કરતા માસૂમ બાળકને ખરાબ અક્ષર કાઢવા બાબતે ઢોરમાર માર્યો હતો.આચાર્ય રામ કામળિયા એ વિદ્યાર્થીને પોતે જ માર માર્યાનું સ્વીકારી જણાવ્યું કે, બાળકના અક્ષર સારા થતાં ન હતાં માટે માર માર્યો હતો તેમ જણાવ્યું હતું અને વાલી એ કહ્યું હતું એટલે માર્યા હોવાનું રટણ કરતા હતા. વાલીએ બાળકનું લિવિંગ સરટીફીકેટ કઢાવી લીધું હતું.

બાળકને ખરાબ અક્ષર કાઢવા બાબતે ઢોરમાર માર્યો
આ બાબતે સમગ્ર ઘટના છુપાવવા જવાબદાર શિક્ષણ વિભાગને પણ અજાણ રાખ્યું હતું. પરંતુ સમાચારો ફેલાતા તંત્ર હરકતમા આવ્યું હતું.જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક તપાસ ના આદેશ કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ તપાસ કરવા દોડી ગઈ હતી.તો બીજી તરફ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ ઘટનાને ગંભીરતા થી લઈ આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમજ હવે પછી આવી ઘટના ન બને તે તકેદારી રાખીશું તેમ જણાવ્યુ હતું.

આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યાનું સ્વીકાર્યું
આ અંગે પ્રાથમિક શિક્ષણ અધિકારી વાજા એ જણાવ્યું હતું કે બનાવ બાબતે અમોને જાણ થઈ છે જેથી આ બાબતે તપાસ શરૂ કરી છે.તપાસ બાદ યોગ્ય પગલા લેવામાં આવશે જ્યારે સમગ્ર બાબતે વાલીએ જ પોતાના પુત્રને ભણતો ન હોઈ તે બાબતે માર મારવા જણાવ્યું હોવાનુ જાણવા મળ્યુ હતું અને આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

કાર્યવાહીની ખાત્રી અપાઈ
જ્યારે મોડેથી ડિઈઓએ આદેશ આપતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમે તપાસ હાથ ધરી ,સંચાલક સંસ્થા દ્વારા આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી.

- Advertisement -

મહેસાણામાં વિદ્યાર્થિનીને દાખલો ન આવડતા શિક્ષિકાએ સોટી વડે ફટકારી
મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલી ઉર્જા વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક 10 વર્ષીય વિદ્યાર્થિનીને દાખલો ન આવડતા શિક્ષિકાએ સોટી વડે ફટકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દીકરીના શરીર પર મારના નિશાન ઉઠી આવતા પિતા દીકરીની પીડા જોઈને રડી પડ્યા હતા. પિતાએ આ મામલે શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

દાખલો ન આવડતા શિક્ષિકાએ સોટી વડે ફટકારી
વડનગરમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારમાંથી આવતી 10 વર્ષીય બાળકી ઉર્જા વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. 23 ફેબ્રુઆરીએ બાળકી શાળાએ ગઈ હતી ત્યારે શાળાના શિક્ષિકા તન્વીબેન પટેલે વિદ્યાર્થિનીને દાખલો ગણવાનું કહ્યું હતું.જે ખોટો પડતા શિક્ષિકાએ સોટી વડે વિદ્યાર્થિનીને ફટકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષિકાએ મારેલા મારના નિશાન વિદ્યાર્થિનીના શરીર પર ઉઠી આવતા પિતાએ શિક્ષિકા સામે પગલાં લેવાની માગ કરી છે.

શરીર પર નિશાન જોઈ માતાએ પૂછતા બાળકીએ આપવીતી જણાવી
શાળાામં શિક્ષિકાએ માર માર્યો હોવા છતા બાળકીએ પોતાના માતાપિતાને જણાવ્યું ન હતું. પરંતુ, વિદ્યાર્થિનીના શરીર પર મારના નિશાન દેખાતા માતાએ દીકરીને પૂછ્યું હતું. જેથી દીકરીએ રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી. પિતાનું માનીએ તો, તેઓ પોતાની દીકરીને લઈ શાળાએ ગયા હતા પરંતુ, કોઈ જવાબ ન મળતા વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version