વંદેભારત ટ્રેન કાર્યરત:વર્ષાંતે સુરતથી પણ વધુ એક વંદેભારત ટ્રેન શરૂ થઇ શકે છે

By Abhishek Raghuvanshi
1 Min Read
  • હાલ ગુજરાતમાં એક વંદેભારત ટ્રેન કાર્યરત
  • દેશભરમાં કુલ 15 આવી સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે

દેશભરમાં વધુમાં વધુ વંદેભારત ટ્રેનને દોડાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેના ભાગરુપે સુરતને પણ એક વંદેભારત ટ્રેનની સૌગાત મળી શકે છે. હાલમાં ગુજરાતમાં માત્ર એક અને દેશભરમાં કુલ 15 આ સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે.

ભારતીય રેલવેના એક પત્રથી આ વાતનો સંકેત મળી રહ્યો છે કે આગામી સમયમાં સંભવતઃ વર્ષના અંત સુધીમાં સુરતથી પણ વંદે ભારત ટ્રેન શરૂ થઇ શકે છે.સુરત કોચિંગ ડેપોના પિટ લાઇનને ઇલેક્ટ્રીફાઇડ કરવા માટે એક ટેન્ડર પણ જારી કરવામાં આવ્યું છે.

હાલમાં રેલવે બોર્ડ દ્વ્રારા સુરતથી કયા રૂટ પર ટ્રેન દોડાવવાનું કન્ફર્મ કરાયું નથી. છતાં સુરતથી જલગાંવ, રાજકોટ, પૂણે, ઇન્દૌર કે નાગપુર વચ્ચે આ ટ્રેન દોડાવવાની સંભાવના છે. સીઆર પાટીલે સુરત-જલગાંવ વંદેભારતની માગ કરી હતી.

Exit mobile version