મન્ડે પોઝિટિવ:સિનિયર સિટિઝન માટેની હેલ્થ કેર યોજનામાં 15 હજાર સભ્ય બન્યા, એક કોલ માત્રથી ડોક્ટર ઘરે આવીને સારવાર આપશે

By Abhishek Raghuvanshi
2 Min Read

કિરણ હોસ્પિટલની સિનિયર સિટિઝનો માટેની હેલ્થ કેર યોજનાનો આરોગ્યમંત્રીના હસ્તે રવિવારે સરસાણા કન્વેનશન સેન્ટર ખાતેથી પ્રારંભ થયો હતો. આ યોજના હેઠળ દેશના 26 રાજ્યના સુતમાં વસેલા 15 હજારથી વધુ વડીલો મેમ્બર બન્યા છે.

આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે સુરતના ઉત્સાહને વખાણી જણાવ્યું કે, ‘સમાજ પાસેથી કંઈક મેળવ્યા પછી સમાજને પાછું આપવા માટે સુરત જેવો ઉત્સાહ મેં ક્યાંય જોયો નથી. સેવા ભાવના સાથે કિરણ હોસ્પિટલે જે બીજ વાવ્યું છે તે વટવૃક્ષ બનશે. દક્ષિણ ગુજરાતના દર્દીઓને ઉચ્ચ સારવાર માટે અમદાવાદ જવું ન પડે તે માટે સુરતને મેડિસિટી જાહેર કરાશે.

વડીલોની સામૂહિક આરતી પણ કરવામાં આવી
સરસાણા ખાતે કાર્યક્રમના પ્રારંભે મોટી સંખ્યામાં હાજર વડીલોની સામૂહિક આરતી પણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સભ્ય બનેલા વડીલોને આટલી સેવાઓ ઉપલબ્ધ કરાશે
1 ઈમરજન્સી સારવાર માટે કંટ્રોલ રૂમથી ફ્રી એમ્બ્યુલન્સ મેળવી શકાશે.
2 કોલ જોડ્યો પણ પુરી વાત ન કરી શકે તો ઇમરજન્સી સમજી ડોકટરની ટીમ તત્કાલ પહોચશે. વિઝીટના ફક્ત 250 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
3 જેઓ તપાસ માટે રેગ્યુલર હોસ્પિટલ આવવા સક્ષમ નથી તેમને ઘરે નિદાન સેવા અપાશે. વિઝીટના ફકત 250 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
6 લેબ રિપોર્ટમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
7 હોસ્પિટલ સારવારમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
4 99% દવામાં 20% ડિસ્કાઉન્ટ ઉપરાંત હોસ્પિટલ તરફથી 10% એકસ્ટ્રા રાહત આપવામાં આવશે.
5 પેથોલોજી રિપોર્ટ માટે સેમ્પલ કલેકશનની સુવિધા ફ્રીમાં ઘરે બેઠા ઉપલબ્ધ કરવામાં આવશે.
8 હેલ્થ ચેકઅપ પેકેજમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
9 દર વર્ષે વર્લ્ડ સિનિયર સિટિઝન ડે- 21 ઓગસ્ટના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પણ કરાશે.
10 વર્ષમાં બે વખત ઘરે ડોકટરની ટીમ વિઝિટ કરશે અને ખબર અંતર પૂછી પ્રાથમિક તપાસ પણ કરશે.

- Advertisement -
Exit mobile version