બ્લેકલિસ્ટના ડરે હાટકેશ્વર બ્રિજને થિગડાં મારવાની ઓફર, બંને કંપનીઓએ હાથ ખંખેરી નાંખ્યા

By Abhishek Raghuvanshi
3 Min Read
  • બ્રિજ બનાવનારી અજય એન્જિનિયરિંગે AMCને કહ્યું, બ્રિજ રિપેર કરી આપવા રાજી, સુપરવિઝન કરનારી કંપનીએ કહ્યું અમે પણ તૈયાર

માટીપગા હાટકેશ્વર બ્રિજ વિવાદનો મધપૂંડો બન્યો છે ત્યારે રોજે રોજ આ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તકલાદી બ્રિજ બનાવનાર અજય એન્જિનિયરિંગ કંપનીને ખબર છે કે, તમામ પુરાવા તેની વિરુદ્ધ છે અને તેની કંપની બ્લેકલિસ્ટ થવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે. આ તબક્કે મ્યુનિ.ના આકરી કાર્યવાહીથી બચવા કંપનીએ મ્યુનિ.ના બ્રિજ પ્રોજેક્ટ સમક્ષ બ્રિજ રિપેર કરી આપવાની તૈયારી દર્શાવી હતી.

બીજી તરફ જે તે સમયે બ્રિજ બનતો હતો ત્યારે તેની ગુણવત્તાની તપાસ કરવાની જવાબદારી જે કંપનીના શિરે હતી તે એસજીએસ મલ્ટિમીડિયાએ પણ બ્રિજ પ્રોજેક્ટને ઓફર કરી છે કે જો અજય એન્જિનિયરિંગ બ્રિજ રિપેર કરી આપવા તૈયાર હોય તો અમે પણ તેની સાથે કામ કરવા તૈયાર છીએ.

થોડા સમય પહેલાં બ્રિજ નીચે ટેકા મુકાયા હતા

કંપનીએ​​​​​​​ બ્રિજ રિપેર કરી આપવાની તૈયારી દર્શાવી ​​​​​​​
ઉલ્લેખનીય છે કે, બ્રિજ પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં ઉક્ત બંને કંપનીઓને નોટિસ આપવામાં આવી હતી. જેના જવાબમાં તેમણે આ પ્રત્યુત્તર આપ્યા હોવાનું બ્રિજ પ્રોજેક્ટના સૂત્રોનું કહેવું છે. એસજીએસ મલ્ટિમીડિયાએ તો એવો પણ જવાબ રજૂ કર્યો છે કે, જે તે સમયે બ્રિજ બન્યો ત્યારે અમે કરેલા ટેસ્ટ યોગ્ય હતા.

- Advertisement -

બ્રિજ તોડી પાડવા અંગે વિવાદ ચાલી રહ્યો છે
બ્રિજ મામલે જવાબદારો સામે પગલાં તોળાઈ રહ્યા છે ત્યારે તમામ સામે સજ્જડ પુરાવાના ભાગરૂપે મ્યુનિ. વિજિલન્સ વિભાગે બ્રિજ બન્યો ત્યારે જેમની જવાબદારી હતી તેવા તમામ અધિકારીઓના નિવેદન લેવાની પણ પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

બ્રિજ પર ગાબડાં પડતાં બ્રિજ બંધ કરાયો હતો
કંપનીઓએ તો એટલે સુધી જવાબ આપ્યો છે કે, અમારો લાયેબિલિટી સમય પણ પૂરો થઈ ગયો છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ થોડા દિવસો અગાઉ વિજિલન્સ તપાસની માગ કરી હતી. વિજિલન્સ વિભાગે અધિકારીઓ, કર્મચારીઓના નિવેદન તેમજ બ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું ત્યારથી લઈને બ્રિજ બન્યો અને તેનું પેમેન્ટ ચૂકવાયું ત્યાં સુધીના તમામ દસ્તાવેજો બ્રિજ પ્રોજેક્ટ પાસેથી કબજે કર્યા છે.

માટીપગા હાટકેશ્વર બ્રિજ નીચે મુકાયેલા ટેકા હટાવી લેવાયા!
હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતા બ્રિજ પર ગાબડાં પડતાં બ્રિજ બંધ કરાયો હતો. થોડા સમય પહેલાં બ્રિજ નીચે ટેકા મુકાયા હતા. બ્રિજ તોડી પાડવા અંગે વિવાદ ચાલી રહ્યો છે તેમ છતાં આ ટેકા હટાવી લેવાયા છે.

Exit mobile version