ગુજરાતમાં 23 હજાર ભાગેડુ આરોપી પોલીસ પક્કડથી દૂર:અમદાવાદ અને સુરત શહેરના સૌથી વધુ આરોપી ગુનાઓમાં સંડાવાયેલા

By Abhishek Raghuvanshi
2 Min Read
  • રાજ્યમાં દાઉદ, ટાઇગર મેમણ, છોટા શકીલ, છોટા રાજન, શરીફ પઠાણ મોસ્ટ વોન્ટેડ
  • મોસ્ટ વોન્ટેડમાં દાઉદ ઇબ્રાહિમનું પહેલું નામ, અમદાવાદ સુરતના સૌથી વધુ આરોપી

ગુજરાતમાં અંદાજે 23 હજાર આરોપીઓ નાસતા ફરે છે. પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકતી નથી. ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમ વિભાગની વેબસાઇટના આંકડાઓ મુજબ, રાજ્યના શહેર, જિલ્લા અને રેલવે પોલીસ પોલીસના મળીને કુલ 40 પોલીસ જિલ્લાઓના અંદાજે 23 હજાર આસપાસ આરોપીઓને પોલીસની પકડથી દૂર છે.

દર મહિને પોલીસ દ્વારા અંદાજે 400 જેટલા નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવે છે અને દર મહિને 400 આસપાસ આરોપીઓ નાસતા ફરતા આરોપીઓની યાદીમાં ઉમેરાઇ પણ જાય છે. સૌથી વધુ નાસતા ફરતા આરોપીઓ અમદાવાદ અને સુરત શહેરના ગુનાઓમાં સંડાવાયેલા છે. રાજ્યના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સૌથી પહેલું નામ દાઉદ ઇબ્રાહિમ મેમણનું છે. દાઉદ અમદાવાદ શહેરમાં જ સાતથી વધારે ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ છે જ્યારે સુરત શહેરના બે ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ છે.

દાઉદ

ગુજરાત પોલીસ દ્વારા RTIનો જવાબ નથી અપાતો, વેબસાઇટ પર જૂની માહિતી
દિવ્ય ભાસ્કર દ્વારા RTI અરજી કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ વિભાગ દ્વારા આ માહિતી આપવાનો ઇનકાર કરી જવાબ આપવામાં આવ્યો હતો કે, સીઆઇડી ક્રાઇમને માહિતી મેળવવાના અધિકાર અધિનિય મુજબ માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ આ માહિતી સીઆઇડી ક્રાઇમની વેબસાઇટ પર છે અને એ માહિતી 2022ના ફેબ્રુઆરી મહિના બાદ અપડેટ કરવામાં આવી નતી. આ બાબતે દિવ્ય ભાસ્કરે સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હતું. હજૂ વેબસાઇટ પર જૂની માહિતી જ છે.

- Advertisement -

ગુજરાતને તબાહ કરવાનો પ્રયાસ કરનારા મોસ્ટ વોન્ટેડ

નામગુનોફરિયાદ
દાઉદ ઇબ્રાહિમબોમ્બ બલાસ્ટ, દેશમાં આતંકઅમદાવાદમાં 7 પોલીસ સ્ટેશનમાં
શરિફ પઠાણબોમ્બ બલાસ્ટ, દેશમાં આતંકઅમદાવાદ 15 અને મહેસાણામાં એક
ટાઇગર મેમણબોમ્બ બલાસ્ટ, દેશમાં આતંકઅમદાવાદ શહેરમાં ગુનાઓ
રસુલ પાર્ટીબોમ્બ બલાસ્ટ, દેશમાં આતંકઅમદાવાદમાં 19 પોલીસ સ્ટેશનમાં
છોટા શકીલધાકધમકી, ખંડણીસુરત શહેરમાં ગુનાઓ
છોટા રાજનધાકધમકી, ખંડણીસુરત શહેરમાં ગુનાઓ

અમદાવાદ-સુરતના સૌથી વધુ આરોપી​​​​​​

શહેર-જિલ્લોફરાર
અમદાવાદ શહેર4505
સુરત શહેર2102
વસલાડ જિલ્લો1543
બનાસકાંઠા1496
વડોદરા શહેર916
દાહોદ891
રાજકોટ શહેર753
રાજ્ય કુલ22696
Exit mobile version