ધો-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ:સુરતનો 80.78% પરિણામ સાથે ગુજરાતમાં ડંકો, સૌથી વધુ A-1માં 603 અને A-2માં 4502 વિદ્યાર્થી

By Abhishek Raghuvanshi
2 Min Read

માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવી ગયા છે. આ અગાઉ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10ના પરિણામ બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 80.78 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A-1 અને A-2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 603 અને A-2માં 4502 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

A-1 અને A-2માં ડંકો વગાડ્યો
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 80.78 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 603 અને A-2માં 4502 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B-1માં 7233, B-2માં 9136, C-1માં 9783, C-2માં 6822, Dમાં 1080 અને Eમાં 9 વિદ્યાર્થી છે.

48485 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. સુરત શહેર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 48485 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે.

ગતવર્ષ વર્ષ કરતા પરિણામમાં ઘટાડો
ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પરિણામમાં 7 ટકા જેટલો ઘટાડો થયો છે. આ સાથે જ A 1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

- Advertisement -
Exit mobile version