ધાર્મિક સ્થળો પર ભાજપનું સફાઈ અભિયાન:સુરતના અંબિકા નિકેતન મંદિરમાં સી.આર. પાટીલે ઝાડુ સાથે તો શિણમંત્રીએ હાથમાં પાવડો ઉપાડી સફાઈ કરી

By Abhishek Raghuvanshi
2 Min Read

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરના મુખ્ય ધાર્મિક સ્થળોની આસપાસ સફાઈ અભિયાન શરૂ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં અંબાજી નિકેતન મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે હાથમાં ઝાડુ પકડી સફાઈ કરી હતી. તેમજ રાજ્ય શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે મંદિરના આસપાસના વિસ્તારમાં હાથમાં પાવડો લઈ સફાઈ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

અંબિકા નિકેતન મંદિરની આસપાસ સફાઈ
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતનને મોટા અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં જે ધાર્મિક સ્થળો છે તે પૈકીના અંબિકા નિકેતનનું વિશેષ મહત્વ છે. ભાજપ દ્વારા રાજ્યભરમાં 23 જેટલા ધાર્મિક સ્થળો ઉપર સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સુરતમાં પણ અંબિકા નિકેતન મંદિરેથી આજે સવારે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાંથી ગંદકી દૂર કરાઇ
અંબિકા નિકેતન મંદિરની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી પણ જોવા મળી રહી હતી. ખાસ કરીને પાછળના ભાગે જે વોક-વે છે ત્યાં આગળ કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા. ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાન અંતર્ગત અંબિકા નિકેતનની પાછળના ભાગે આ સફાઈ કરવામાં આવી હતી. મંદિરની પાછળ વોક-વે ઉપર દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. જેને પણ ત્યાંથી હટાવી લેવામાં આવી હતી.

શહેર સ્વચ્છ હોય મંદિરના પટાંગણ પણ સ્વચ્છ રહેવા જોઈએ
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા રહે છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા મિશન ઉપર ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. આજથી રાજ્યભરના 23 જેટલા ધાર્મિક સ્થળોની આસપાસ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં તમામ સુરતીઓના સ્થાનના કેન્દ્ર અંબિકા નિકેતન ખાતે આજે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -
Exit mobile version