ધરપકડ:60.86 કરોડના GST કૌભાંડમાં કાપડ દલાલ મુસાની પકડાયો

By Abhishek Raghuvanshi
1 Min Read

ડભોલીના બિલ્ડરનો બોગસ આઘારકાર્ડ બનાવી 21 ભાડા કરાર થકી બોગસ પેઢીઓ દ્વારા 60.86 કરોડનું જીએસટી કૌભાંડ કરાયું હતું. આ કૌભાંડમાં વધુ એક આરોપી સાજીદ બાલી રજાક મુસાની(43)(રહે,સિટી સેન્ટર એપાર્ટ,ભાગાતળાવ,મૂળ બેલદાર શેરી,રાજકોટ)ને ઈકોસેલે ભાગાતળાવ પાસેથી ધરપકડ કરી છે.

કાપડ દલાલ સાજીદ મુસાનીએ આદીલ બાજુબેર સાથે મળી 7 બોગસ પેઢીઓ ઊભી કરી હતી. અગાઉ આ જીએસટી કૌભાંડમાં પરેશ પટેલ, નિલેશ મોદી, અબ્દુલ રહેમાન, આદીલ બાજુબેર અને વિરલ કાપડીયાની ધરપકડ કરી હતી. જાન્યુઆરીમાં જીએસટી વિભાગ દ્વારા બિલ્ડર બાબુ પટેલની નાનપુરાના મંગલમ કોમ્પ્લેક્ષમાં રેઇડ પાડી હતી. જેમાં બિલ્ડરની બંધ પડેલી ઓફિસના જુદા-જુદા નામના 21 ભાડા કરાર બતાવ્યા હતા. પોતે કોઇને ઓફિસ ભાડે આપી ન હોવા છતા તેના ભાડા કરાર જોઇ બિલ્ડર ચોંકી ગયો હતો. અબ્દુલ અને આદિલે બાબુ પટેલના નામનો અન્ય ફોટાવાળો બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો. બોગસ આધારકાર્ડના આધારે ટાઈપિસ્ટ નિલેશ મોદી પાસે 21 વ્યક્તિના નામે મોટા વરાછાના સુમેરૂ સિટી મોલ તથા શાંતિ નિકેતન નામની મિલકતના ભાડા કરાર ટાઇપ કરાવી માલિક તરીકે બાબુ પટેલને દર્શાવ્યા હતા

Exit mobile version