ગણેશ વિસર્જનમાં AI ની મદદ લેવાશે:ગણેશ વિસર્જનમાં પહેલીવાર સુરતમાં AI થકી 3.5 કરોડથી વધારે તસવીરોથી થ્રીડી મેપિંગ

By Abhishek Raghuvanshi
1 Min Read

ગણેશ વિસર્જનમાં દેશમાં પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લેવાશે. સુરતમાં પહેલીવાર ગણેશ વિસર્જનનું સર્વેલન્સ એઆઇ દ્વારા ફોટો ગેમિટ્રી પદ્ધતિથી થ્રીડી મેપિંગથી કરાશે. ગણેશ વિસર્જન પ્રમાણે તમામ રૂટ પર બારીક નજર રખાશે. અમદાવાદની અનંત નેશનલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ 24 કલાક પોલીસ સાથે સર્વેલન્સમાં જોડાશે. આ પહેલા સુરતનો થ્રીડી મેપ તૈયાર કરવા માટે સુરતમાં 900 ડ્રોન ફ્લાઇટ કરી 3.5 કરોડ તસવીરો લેવાઇ હતી.

પહેલીવાર ગણેશ વિસર્જનમાં આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સની મદદ લેવાશે. મોટી સંખ્યામાં લોકો એકઠા થવાનો હોવાથી મોબાઇલ નેટવર્ક જામ થઇ શકે છે, ઉપરાંત વાયરલેસની મદદથી માત્ર અવાજ જ સાંભળી શકાય છે.

900થી વધુ વખત ડ્રોનથી સુરતના ફોટા લેવાયા

સુરતના દરેક રસ્તાઓના એરિયલ ફોટો, સીસીટીવી પ્લેસ, વિસ્તારોમાં પ્રવેશ માટેના રસ્તા, ટ્રાફિક ડાયવર્ડ કરવાની સ્થિતીમાં વૈકલ્પિક રસ્તાઓ સહિતની માહિતી અને લોકેશનનું થ્રીડી મેપિંગ કરવા માટે 900થી વધારે વખત ડ્રોનને ઉડાવવામાં આવ્યા હતા. જેનાથી ટ્રાફિક મેનેજમેન્ટ, મોટી સંખ્યામાં એકઠા થનારા લોકોને નિયમન કરવામાં સરળતા રહેશે.

- Advertisement -
Exit mobile version