ક્રિમિનલ અપીલોનો ડેટા હાઇકોર્ટે મગાવ્યો:હાઇકોર્ટે વર્ષોથી જેલમાં બંધ લોકોની અપીલનો ડેટા સરકાર પાસે માગ્યો

By Abhishek Raghuvanshi
2 Min Read
  • પુરાવાનું મૂલ્યાંકન ન થતાં બે જણે 13 વર્ષ જેલમાં કાઢવા પડ્યા
  • સરકારને​​​​​​​ આવા કેસ માટે કમિટી બનાવવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાત હાઇકોર્ટમાં ઘણા લાંબા વર્ષોથી પડતર હોય તેવી ક્રિમિનલ અપીલોનો ડેટા હાઇકોર્ટે મગાવ્યો છે. હાઇકોર્ટે સરકાર અને કાયદા વિભાગને વધુ વર્ષોથી જેલમાં બંધ હોય તેવા વ્યક્તિઓની પેન્ડિંગ અપીલોનો ડેટા રજૂ કરવા આદેશ કર્યો છે. પુરાવાના યોગ્ય મૂલ્યાકંન નહીં થતાં નિર્દોષ વ્યક્તિઓને જેલમાં બંધ રહેવું પડે છે. જસ્ટિસ એ.એસ સુપૈયાની કોર્ટ સમક્ષ આવેલી 12 થી 13 અપીલોની સુનાવણી દરમ્યાન કોર્ટે સરકારને એવી ટકોર કરી હતી કે, લાંબા સમયથી પડતર અપીલોને લીધે નિર્દોષ વ્યકિતને 13 વર્ષ સુધી જેલમાં રહેવું પડયુ તે ખોટું છે. હાઇકોર્ટે આવા લાંબા સમયથી જેલમાં બંધ બે વ્યકિતની અપીલને ઝડપી સાંભળીને નિર્દોષ છોડયા હતા.

પુરાવાના યોગ્ય મૂલ્યાકંન નહીં થતાં નિર્દોષ વ્યક્તિઓને જેલમાં બંધ રહેવું પડે
ગોવિંદભાઇ વેલસીભાઇ અને અન્ય એક વ્યકિતએ ગુનામાં 13 વર્ષ અને 8 મહિના કાઢયા હતા. જેલમાં 10 વર્ષથી વધુ સમય સજા ભોગવી ચુકેલા વ્યકિત સામેની ક્રિમિનલ અપીલ લાંબા સમયથી નહી ચાલતા તેમને ખોટી રીતે જેલમાં સજા ભોગવવી પડી હતી. પુરાવાના યોગ્ય મૂલ્યાકંન નહી થવાને લીધે બે વ્યક્તિને 13 અને 12 વર્ષ સજા ભોગવવી પડી હતી. હાઇકોર્ટે બન્ને વ્યકિતને જેલ મુકત કરવાનો આદેશ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે જે પુરાવાને આધાર બનાવીને બે વ્યકિતઓને સજા આપી હતી તે પુરાવા કાનૂની રીતે સાબિત થઇ શકે તેવા નથી. દરેક કોર્ટમાં કેસ પેન્ડિંગ રહે દરમ્યાનમાં કોર્ટ ગુનો સાબિત કરે તેવા પુરાવાનું મૂલ્યાંકન કરવામાં વિલંબ કરે છે જેના લીધે કેટલાક કિસ્સામાં નિર્દોષ માણસોને 13 અને 12 વર્ષ જેલમાં રહેવું પડે છે તે બિલકુલ યોગ્ય નથી.

શંકાને આધારે સજા કરાઈ હોવાનું તારણ
અમરેલીમાં 2009માં એટ્રોસિટી અને છેડતીના કિસ્સામાં બે સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન ટ્રાયલ કોર્ટે જે શંકાના આધારે આરોપીને સજા કરી છે તે બિલકુલ અયોગ્ય છે. વર્ષો સુધી ટ્રાયલ કોર્ટે પૂરાવાનું મૂલ્યાંકન કર્યા કર્યું તે પૂરાવાને આધારે સજા કરી શકાય નહીં. આરોપી સામે શંકાને આધારે સજા કરાઈ છે.

Exit mobile version