- 1ની ધરપકડ, મગનનગરમાં સિરાજ મેમણ દારૂ આપી જતો હતો
કતારગામ મગનનગરમાં મારૂતી કોમ્પલેક્ષમાં પોલીસે રેડ પાડી દિલીપ ઓમપ્રકાશ શર્મા (મુળ રહે. શેરપુર, અયોધ્યા, યુપી)ને પકડી પાડ્યો હતો. ઘરમાં તપાસ કરતા કાચની ખાલી બોટલો, વિદેશી દારૂની બોટલ, મોંઘા સ્ટીકરો મળી આવ્યા હતા. દિલીપ બે વર્ષથી મગનનગરમાં ભાડાના મકાનમાં રહેતો અને 1 વર્ષથી વરીયાવી બજારમાં રહેતો સિરાજ મેમણની સાથે મુલાકાત બાદ અહીં સામાન્ય દારૂ લાવીને તેને કાચની બોટલમાં પેંક કરી મોંઘી દારૂની બોટલનું પેકીંગ કરવાના કામકાજ ઉપર લાગી ગયો હતો.
ઘરમાં જ રહીને દારૂનું પેકીંગ કર્યા બાદ આ દારૂ સિરાજ મેમણ લઇ જતો હતો અને બારોબાર વેચી દેતો હતો. એક હજારના દારૂને રૂા. 3 થી 4 હજારમાં વેચવાના આ કૌભાંડને પર્દાફાશ થયો છે. પોલીસે અહીંથી 1.82 લાખનો વિદેશી દારૂ, 3900નો દેશી દારૂ કબજે કર્યો છે. કતારગામ પીએસઆઇ આર.એમ. રાઠોડે દિલીપ શર્માની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. સિરાજને વોન્ટેડ જાહેર કરાયો છે.
