DGGIએ પ્રહલાદનગરમાં દરોડો પાડી આઈટીસીનું કૌભાંડ પકડ્યું:110 બોગસ પેઢી બનાવી 140 કરોડની ટેક્સ ચોરીના મુખ્ય આરોપીની ધરપકડ

By Abhishek Raghuvanshi
1 Min Read

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI) અમદાવાદ દ્વારા તાજેતરમાં શહેરના સીમા હોલ નજીક આવેલી શ્રી ભવાની સોસાયટીમાં એક રહેણાક મકાનમાં પાડવામાં આવેલા દરોડામાં બોગસ ઈન્વોઈસ જનરેટ કરીને ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે 139.44 કરોડની ખોડી ઈનપુટ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવતા માસ્ટર માઈન્ડ ઝહીરઅબ્બાસ મઝહરભાઈ વકાલિયાની ધરપકડ કરવામાં આવી છે.

જંગી રકમની ITC મેળી હોવાનું તપાસમાં સામે આવ્યં
​​​​​​​
આરોપીએ કુલ 816 કરોડની ટેક્સેબલ આવકના આધારે જંગી રકમની ITC મેળી હોવાનું તપાસમાં સામે આવ્યં છે.દરોડામાં અલગ અલગ બેંકોની ચેક બુક, ડેબિટ કાર્ડ સહિતના સંખ્યાબંધ દસ્તાવેજો મળી આવ્યા છે જેમાં ડિજિટલ ડોક્યુમેન્ટનો પણ સમાવેશ થાય છે.

DGGIના અધિકારીઓને બોગસ GST પેઢીઓની વિગતો મળી
આ કૌભાંડના માસ્ટર માઈન્ડ ઝહીરઅબ્બાસ દ્વારા 110 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. આ સાથે તેમના એકાઉન્ટન્ટ સોજેબ અબ્બાસ મોહિસનઅલી ભીમાણીના લેપટોપમાંથી 110 બોગસ પેઢીઓની વિગતો મળી આવી હતી અને તેના આધારે તપાસ હાથ ધરવામાં આવતાં DGGIના અધિકારીઓને બોગસ GST પેઢીઓની વિગતો મળી આવી હતી. ઝહીરઅબ્બાસે એકરાર કર્યો હતો કે, બનાવટી ઈન્વોઈસ જારી કરીને તેમજ ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરીને કરચોરીનું કૌભાંડ કર્યું છે.

Exit mobile version