અધૂરું કામ છતાં લોકાર્પણ:ગઇકાલે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ ખીજડી પ્લોટ ગાર્ડનમાં આજે દરવાજે તાળા

By Abhishek Raghuvanshi
1 Min Read

પોરબંદરના ખીજડીપ્લોટ ગાર્ડનનું અધૂરું કામ છતાં લોકાર્પણ બાદ મુખ્ય દરવાજે તાળા મારી દેવામાં આવ્યા છે. લોકો માટે ખુલ્લું મુકાયેલ ગાર્ડન ખાતે કડિયાકામ ચાલી રહ્યું છે.

પોરબંદરમાં ખીજડી પ્લોટ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડનનું કામ 30 થી 35 ટકા જેટલું અધૂરું છે. આમછતાં ગઇકાલે ગુરુવારે સાંસદ રમેશભાઈ ધડુક અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ અને બીજા દિવસે મુખ્ય દરવાજે જ તાળા મારી દેવામાં આવ્યા છે અને અધુરૂકામ પૂરું કરવા અહી કડિયાકામ ચાલુ છે ત્યારે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ ગાર્ડન નું સંપૂર્ણ કામ પૂર્ણ થશે ત્યારે લોકો અહી ટહેલવા આવી શકશે તેવું અહીંના કામ કરતા વ્યક્તિએ જણાવ્યું હતું. હાલ તો લોકો બહારથી ગાર્ડન જોઈને જતા રહે છે.

Exit mobile version