સુરતમાં MPના જમીન વિવાદમાં ઠપકો આપનાર એક જ પરિવારના 5ને માર મરાયો, બંને પક્ષના 3નાં માથાં ફૂટ્યાં

By Abhishek Raghuvanshi
2 Min Read
  • સુરતના ભરથાણા ગામમાં મારામારીની ઘટના
  • પોલીસે બંને પક્ષોના 14 લોકોની અટક કરી

મધ્યપ્રદેશમાં દાદીની જમીન પર ખેતીવાડી કરતા અટકાવી દાદીને માનસિક યાતનાઓ આપતા સંબંધીને ઠપકો આપનાર એક જ પરિવારના 5 જણને માર મારતો વીડિયો સામે આવ્યો છે. જમીનના ઝઘડામાં 3નાં માથાં ફોડનાર બન્ને પક્ષકાર સામસામે પોલીસે ફરિયાદ નોંધી હોવાનું બહાર આવ્યું છે. સુરતના ભરથાણા ગામમાં બનેલી મારામારીની ઘટનામાં પરિવારે કહ્યું હતું કે બે પુત્રને માથામાં 6 અને 10 ટાંકા આવ્યા ને ડોક્ટરોએ રજા આપી દીધી તોપણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધાને સામાવાળાને માથામાં માત્ર 4 ટાંકા આવ્યા ને ઓળખાણથી દાખલ થઈ ગયો તો પોલીસ લાચારી બતાવી રહી છે.

જમીન પર ખેતીવાડી કરતા અટકાવી દાદાગીરી
મનીષ વણજારા (ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય)એ જણાવ્યું હતું કે MPમાં જમીન ગુડ્ડુ કછાવાની દાદીની છે. 15 વીઘા જમીન પર ખેતી કરી આવક મેળવવા માગે છે. સુરતના ભરથાણા ગામમાં રહેતી દાદીને ખેતીની આવકમાં હિસ્સો આપવા પણ ગુડ્ડુ તૈયાર છે. જોકે દૂરના સંબંધી મુકેશ અને એના પિતા કાળુ કછાવા આ જમીન પર ખેતીવાડી કરતા અટકાવી દાદાગીરી કરતા આવ્યા છે.

પરિવાર પર હુમલો થતાં પોતાના બચાવમાં હાથ ઉપાડવો પડ્યો
તેણે વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં ગુડ્ડુને ખબર પડી કે સામાવાળા દાદીને માનસિક યાતનાઓ આપી રહ્યા છે એટલે એ પત્ની રેખા, બે પુત્ર અને ભાઈ સાથે દાદીની ખબર પૂછવા ભરથાણા ગયા હતા, જ્યાં સામાવાળા પિતા-પુત્ર આણી મંડળી આ પરિવારને પતાવી દેવા વોચ રાખીને બેસી હતી. આખા પરિવાર પર અચાનક હુમલો થતાં પોતાના બચાવમાં હાથ ઉપાડવો પડ્યો હતો, જેમાં કાળુભાઇને માથામાં 4 ટાંકા આવ્યા ને દાખલ થઈ ગયા હતા.

આ ઘટનામાં 14 લોકોની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -

પરિવારના બે પુત્રનાં માથાંમાં 6 અને 10 ટાકા આવ્યા
તેણે વધુમાં જણાવ્યું હતું કે આ હુમલામાં ગુડ્ડુ અને તેની પત્નીને ગંભીર ઇજા, બન્ને પુત્રને માથામાં 6 અને 10 ટાંકા આવ્યા, ભાઈને ગંભીર ઇજા થઇ છે. આખા પરિવારને જાહેરમાં માર મારતો વીડિયો સામે આવ્યો તેમ છતાં પોલીસે બન્ને પુત્ર અને સામા પક્ષના 14 જણાની અટક કરી છે. અમરોલી પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ કરી રહી છે.

Exit mobile version