AMRUT પ્રોજેક્ટ:અમદાવાદના નાગરિકોને પાણીની તકલીફ ન પડે તેના માટે નવા 15 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો બનાવવામાં આવશે
અમદાવાદના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા AMRUT પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 340 કરોડના કામ પૂરા કરવામાં આવ્યા છે.
અમદાવાદના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા AMRUT પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 340 કરોડના કામ પૂરા કરવામાં આવ્યા છે. આગામી બે વર્ષ માટે વધુ રૂ. 344 કરોડના પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે.
શહેરીજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા AMRUT પ્રોજેક્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં લોકોને પૂરતું પાણી મળી રહે તેના માટે રૂ. 194 કરોડના ખર્ચે જાસપુર વોટર વર્ક્સ ખાતે 200 MLDના પ્લાન્ટ અને મેઈન ટ્રન્ક લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. રૂ. 120 કરોડના ખર્ચે કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી નદી પર બ્રિજ બનાવીને ભાટ ગામ થઈને મોટેરા સુધી ટ્રંક લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે.
નવા 15 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનશે
AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળે તે હેતુસર રૂ. 344 કરોડના ખર્ચે નવા 15 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે. જે પૈકી પૂર્વ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 5- 5, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 2- 2 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે. જ્યારે રૂ. 162 કરોડના ખર્ચે શહેરના ઝોનમાં 19 વોટર ડીસ્ટ્રીબ્યુશન શર્ય ઓગમેન્ટેશનના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 7, દક્ષિણ ઝોનમાં 5, મધ્ય અને ઉત્તર ઝોનમાં 2 – 2 જ્યારે પૂર્વ, દક્ષિણ- પશ્ચિમ અને ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 1-1 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનો સમાવેશ થાય છે.
પીવાના પાણીની સુવિધા માટે કરોડના કામ પૂરા થયા
અમદાવાદના નાગરિકોને પીવાના પાણીની સુવિધા માટે વર્ષ 2009થી અત્યાર સુધીમાં અંદાજે રૂ 2376 કરોડના કામ પૂરા કરવામાં આવ્યા છે. સ્વર્ણિમ યોજનાના બજેટમાંથી રૂ. 1411 કરોડ, કેપિટલ બજેટમાંથી રૂ.614 કરોડ અને અમૃત બજેટ હેઠળ રૂ. 340 કરોડ સહિત કુલ રૂ. 2376 કરોડના કામ પૂરા થયા છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले