देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 18 बार पढ़ी गई

વિધાનસભા ચૂંટણી 2022:કોંગ્રેસના એક ઉમેદવાર લેમ્બોર્ગી અને બીજા ઊંટગાડીમાં ફોર્મ ભરવા પહોંચ્યા, ભાજપના ઉમેદવારોએ કેસરીયો માહોલ બનાવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે.

Abhishek Raghuvanshi15 नवंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લાની 14 જેટલી વિધાનસભા બેઠકના ભાજપ- કોંગ્રેસ અને આપના ઉમેદવારો આજે અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે.

અમદાવાદ શહેરની નરોડા, જમાલપુર, નારણપુરા, અસારવા, એલિસબ્રિજ, દરીયાપુર, નિકોલ, વેજલપુર અમરાઈવાડી, મણીનગર, દસ્ક્રોઇ ધંધુકા અને વિરમગામ ના ભાજપ ના ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવશે દરેક વિધાનસભામાં ભાજપના ઉમેદવારો સૌથી પહેલા અને ત્યારબાદ જિલ્લા કલેકટર જિલ્લા પંચાયત ઓફિસ અને મામલતદાર ઓફિસ ખાતે પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી રહ્યા છે.

અમદાવાદની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ આજે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડી લઈ અને કલેક્ટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, ત્યારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે, ત્યારે હવે મારે ચૂંટણી ફોર્મ ભરવા માટે પણ ઊંટગાડી લઈને આવવું પડે છે.

એલિસ બ્રિજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમિત પોપટલાલ શાહ આજે ઉમેદવારી નોંધાવતા પહેલા તેઓએ પોતાના મતવિસ્તાર એલિસ બ્રિજ પાલડી સહિતના વોર્ડમાં આવેલી યોજી હતી અને ત્યારબાદ તેઓ સુભાષ બ્રિજ કલેકટર કચેરી પાસે આવેલા બત્રીસી હોલમાં પહોંચ્યા હતા. 12.39ના વિજય મુહૂર્તમાં અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

બાપુનગર વિધાનસભાના ઉમેદવાર દિનેશ કુશવાહે પણ પોતાના મધ્યસ્થ કાર્યાલય બાપુનગરથી પોતાના મતવિસ્તારની અંદર રેલી યોજી હતી. ખુલ્લી જીપમાં દિનેશ કુશવાહ સમર્થકો સાથે રેલી લઈને પોતે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. દિનેશ કુસ્વાહે પોતાના ખભા ઉપર ભાજપના ખેસ અને ટોપી પહેરેલા બાળકને બેસાડ્યો હતો.

કોંગ્રેસના અમરાઈવાડીના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ(ધમભાઈ) લેમ્બોર્ગીની ગાડીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમની ગાડી મામલતદાર ઓફિસ બહાર ઉભા રહેતા જ લોકોના જોવા માટે ટોળા વળ્યાં હતા.

અસારવાના ભાજપના ઉમેદવાર દર્શન વાઘેલા કાર્યકરો સાથે કેસરી સાફામાં ફોર્મ ભરવા જવા કાર્યલાય પરથી રવાના થયા હતા. ખાડિયા જમાલપુર વિધાન સભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે ફોર્મ ભરતા પહેલા જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. આ પહેલા ખાડિયાથી રેલી સાથે ભૂષણ ભટ્ટ ફોર્મ ભરવા નીકળ્યા હતા.જેમાં તેમના સમર્થકો અને કોર્પોરેટ સહિત પૂર્વ એમપી હરીન પાઠક સાથે જોડાયા હતા. જમાલપુર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. જેમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, AIMIMના સાબિર કાબલીવાલા અને ભાજપના ભૂષણ ભટ્ટ વચ્ચે જંગ છે.

નરોડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણી સાથે મેયર કિરીટ પરમાર અને માયાબેન કોડનાની સહિત કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

એલિસ બ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ પણ ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. પોતાના સમર્થકો સાથે તેઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. અમિત શાહની સાથે પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડપ્યા તેમજ તેમના સમર્થકો હાજર રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષોના ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ બહાર ભેગા થયા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ જિંદાબાદ અને ભાજપના કાર્યકર્તાઓએ દેખો દેખો કૌન આયા એલિસબ્રિજ કા શેર આયા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

દસક્રોઈ બેઠકના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલ આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. બાબુ જમનાદાસ પટેલ ફોર્મ ભરવા જશે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમની સાથે હાજર રહેશે ફોર્મ ભરવા જશે તેની પહેલા કમોડ સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેશે અને ત્યાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જાહેર સભાને સંબોધશે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે બાબુ જમનાદાસ પટેલ કેન્દ્રીય મંત્રીની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑