देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 15 बार पढ़ी गई

વડોદરા યુવતી રેપ કેસ:ટોળકી મોબાઇલ ચોરવા નીકળી, સુંદર યુવતી જોઈને દાનત બગડી ને દુષ્કર્મ આચર્યું, આરોપી સંજય આખી રાત ઝાડીઓમાં સંતાઈ રહ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જરોદની યુવતી ઉપર દુષ્કર્મ કર્યા બાદ આરોપી સંજય ચૂડાસમા આખી રાત ઝાડીઓમાં સંતાઈ રહ્યો હતો.

Abhishek Raghuvanshi3 नवंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જરોદની યુવતી ઉપર દુષ્કર્મ કર્યા બાદ આરોપી સંજય ચૂડાસમા આખી રાત ઝાડીઓમાં સંતાઈ રહ્યો હતો. આ ટોળકી મોબાઈલ ચોરવા નીકળી હતી અને સુંદર યુવતી જોઈને દાનત બગડતાં એક યુવકે તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

યુવકે ચીસ સાંભળતાં મદદે દોડી ગયો
સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ વોકિંગ કરી પરત ફરતી યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે મોબાઈલ પર વાત કરતી હતી. યુવતીને એકલી જોઈ અજાણ્યા બાઈકચાલકે યુવતીને ટક્કર મારી પાડી દીધી હતી. જ્યાં અન્ય બે યુવકે આવીને તેનો મોબાઈલ ઝૂંટવી સર્વિસ રોડ પાસેની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ પાસે ખેંચી લઈ જઈ તેને પકડી રાખી હતી અને એ યુવકે તેના ગળા પર છરો મૂકી બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યાર બાદ યુવકો યુવતીને ઝાડીમાં ખેંચી ગયા હતા. આ ઝપાઝપીની સમગ્ર ઘટનાની વાત યુવતીના મિત્ર ફોન પર સાંભળતાં જ કંઈક અજુગતું બની રહ્યાની ગંધ આવતાં તેના મિત્રને ઘટનાસ્થળે મોકલ્યો હતો, જેથી તે યુવક યુવતીને શોધતો સર્વિસ રોડ પર પહોંચ્યો હતો, જ્યાં યુવકે ચીસ સાંભળતાં તે તેની મદદે દોડી ગયો હતો.

तस्वीरों में खबर4 फोटो
દુષ્કર્મ પીડિતાએ આપવીતી વર્ણવી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આરોપી સંજય આખી રાત ઝાડીઓમાં સંતાઈ રહ્યો હતો.જરોદ પોલીસ સ્ટેશન.

આરોપીઓ અને યુવક વચ્ચે ઝપાઝપી થઈ
યુવતીએ બૂમાબૂમ કરતાં આરોપી યુવકો અને શોધવા આવેલા યુવક વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેથી આરોપીઓ યુવતીને છોડી પકડાઈ જવાના ડરથી રોડ પર મૂકેલી બાઈક છોડીને જીવ બચાવી ભાગ્યા હતા. મદદે આવેલા યુવકના મોબાઈલથી યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ કરતાં તેમણે જરોદ પોલીસ મથકે દુષ્કર્મ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા આરોપીઓમાં સંજય ચૂડાસમા (ઉં.23, રૂપાવટી, ભાવનગર), પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુનભાઇ સોલંકી (ઉં.25, ચલાવી, તા. કાલોલ, જિ.પંચમહાલ), વિઠ્ઠલ ભાણજીભાઈ સોલંકી (ઉં.19) ખીજડિયા ગામ, તા.જિ.અમરેલી) અને આર્યન રાજેશભાઈ કાળે (ઉં.19, રહે. કીર્તિનગર બ્રિજની નીચે, ઉત્રાણ, સુરત)નો સમાવેશ થાય છે. જરોદના પીઆઈ એમ.સી.પરમારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તમામના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સવારે ઝાડીમાંથી બહાર નીકળતાં જ પોલીસે સંજયને દબોચ્યો
દુષ્કર્મ બાદ આરોપી સંજય ઝાડીઓમાં સંતાઈ ગયો હતો. પોલીસની ગાડીઓની અવરજવરથી સંજય આખી રાત છુપાઈ રહ્યો હતો. સવારે તે બહાર આવતાં જ જરોદ પોલીસે તેને દબોચી કહ્યું કે ‘આવી જા બહાર, હવે તારો ટાઈમ હવે પૂરો થયો.’

સુંદર યુવતી જોઈ દાનત બગડી
જરોદ પોલીસ તપાસમાં એવું સપાટી પર આવ્યું છે કે ‘ચારેય યુવકો ચોરેલી બે બાઈકને લઈને મોબાઈલ ચોરી કરવા નીકળ્યા હતા, પણ રાતના સમયે યુવતીનો મોબાઈલ ઝૂંટવ્યા બાદ તેની ખૂબસૂરતી જોઈ સંજયની દાનત બગડી હતી અને તેણે દુષ્કર્મ કર્યું હતું.

જિલ્લા પોલીસવડાએ જરોદ પોલીસનું સન્માન કર્યું
દુષ્કર્મ જેવો ચકચારી કેસ 14 કલાકમાં જ પોલીસે ઉકેલી નાખતાં વડોદરા જિલ્લા પોલીસવડા રોહના આનંદે જરોદ પહોંચી પીઆઈ અને સ્ટાફની કામગીરીનાં વખાણ કરી તમામને પ્રશંસાપત્ર આપ્યા હતા. પોલીસે તરત એકશનમાં આવી સવારનું અજવાળું થતાં જ એક આરોપીને ઝડપી બપોરે 12 વાગ્યા સુધીમાં ચારેય આરોપીને ઝડપી લીધા હતા.

દુષ્કર્મ પહેલાં આરોપીઓએ બે બાઈકની ચોરી કરી
દુષ્કર્મ પહેલાં આરોપીઓએ જરોદ ખાતેથી એક બાઈક ચોરી હતી. એ પહેલાં આરોપીઓએ વરણામા ખાતેથી એક બાઈક ચોરી હતી. દુષ્કર્મના સમયે યુવતીનો મોબાઈલ ઝૂંટવી લેનાર આરોપીઓ પાસેથી હજુ સુધી યુવતીનો મોબાઈલ મળ્યો નથી. આ ઉપરાંત જરોદ ખાતેથી ચોરાયેલી બાઈક પણ શોધવાની છે એવી રજૂઆત કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા.

3 આરોપી ચોરી, લૂંટના ગુનાને અંજામ આપે છે
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આ કુલ ચાર આરોપી પૈકીના ત્રણ આરોપી ઘરફોડ ચોરી, વાહનચોરી, મોબાઈલ લૂંટ જેવી ઘટનાને અંજામ આપે છે. રાતે પણ તેઓ ચોરી અને લૂંટફાટના ઈરાદે ફરતા હતા. રાતે બનેલી ઘટનામાં વપરાયેલી બાઇક વડોદરાના વરણામામાંથી ચોરી કરાયેલી હતી. આરોપીઓ પાસેથી કેટલાક મોબાઈલ પણ મળી આવ્યા છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑