देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

પક્ષપલટો ફળ્યો:માતર બેઠકથી કેસરીસિંહ ચૌહાણની ભાજપે ટીકિટ કાપી, ગણતરીના કલાકોમાં AAPના ઉમેદવાર બની ગયાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુરુવારે યાદી જાહેર કરી હતી. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

Abhishek Raghuvanshi11 नवंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુરુવારે યાદી જાહેર કરી હતી. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત વિવાદોમાં રહેલા ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણને આ વર્ષે રીપીટ કર્યા નથી. ભાજપે ટિકિટ ન આપતા મોડી રાત્રે કેસરીસિંહ ચૌહાણ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ગણતરીના કલાકોમાં આમ આદમી પાર્ટીએ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી દીધી છે. માતર વિધાનસભા બેઠક પર મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ પાર્ટીએ તેઓની ટિકિટ કાપી કેસરીસિંહને ઉમેદવાર બનાવ્યા છે અને આજે સવારે 11 વાગ્યે તેઓ ફોર્મ ભરવા પણ જવાના છે.

ગણતરીના કલાકોમાં ટીકિટ ફાળવી દેવાઈ
ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ ચૌહાણને ચાલુ વર્ષે ભાજપે રીપીટ કર્યા નથી. તેમની જગ્યાએ કલ્પેશભાઈ પરમારને ટિકિટ આપી છે. ભાજપે ટીકીટ ન આપતા કેસરીસિંહ ચૌહાણે રાત્રે ભાજપમાંથી રાજીનામું આપી અને ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી દેવામાં આવી છે. કેસરીસિંહ ચૌહાણએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી અને જણાવ્યું છે કે માતર વિધાનસભાના તમામ મતદારોને વડીલોને જણાવવાનું કે હું કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આજે સવારે 11 વાગ્યે ફોર્મ ભરવાનો છું.

કેસરીસિંહ ચૌહાણ અનેક વિવાદોમાં સપડાયા છે
એક તરફ આમ આદમી પાર્ટી એ માત્ર વિધાનસભા બેઠક પરથી યુવા ચહેરા તરીકે મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. પરંતુ હવે કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ મહિપતસિંહનું પત્તું આમ આદમી પાર્ટીએ કાપી નાખ્યું છે અને કેસરીસિંહને ત્યાંથી ઉમેદવાર બનાવ્યા છે. આ રીતે ઉમેદવાર બદલાતાની સાથે જ માતર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીમાં વિરોધનો સુર ઊઠી શકે છે. ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ ચૌહાણ પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે.

વિવાદોમાં રહેલા કેસરીસિંહ આ વખતે શું કરશે
સતત વિવાદોમાં રહેલા કેસરીસિંહ ચૌહાણ વર્ષ 2018માં માતાના વસો તાલુકાના લવાલ ગામે સરપંચ મહિપતસિંહ ચૌહાણની ફેટ પકડીને ઝપાઝપી કરી હતી. ગ્રામજનોની હાજરીમાં સરપંચની ફેટ પકડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાની સાથે જ ગ્રામજનોનું ટોળું પોલીસ સ્ટેશન ઘસી ગયું હતું અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચાર કરીને ફરિયાદ કરવા પણ પહોંચ્યા હતા. હાલોલના જિમિરા રિસોર્ટમાં પંચમહાલ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. એલ.સી.બી.એ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને 18 પુરુષમિત્રો અને ત્રણ નેપાળી મહિલા સહિત સાત મહિલામિત્રો સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા.

આખરે શાંત થઈ ને બેસવુ પડ્યું
જોકે જે તે સમયે ધારાસભ્ય પોતે મંદિરે દર્શન કરવા ગયા હતા અને રિસોર્ટમાં રોકાયા હોવાનું જણાવ્યું હતું. ચાલુ વર્ષે પણ લીંબાસી વિસ્તારમાં કેસરીસિંહ ચૌહાણના પિતાને કોઈની સાથે ઝઘડો થયો હતો અને તેઓ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી પોલીસે ફરિયાદ થતાની ન સાથે પોલીસ કામ નથી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોતે ધારાસભ્ય તરીકે ભાજપમાંથી રાજીનામું આપવાની વાત થતાં જ તેઓ શાંત બેસી ગયા હતા.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑