નજીવી બાબતે જીવલેણ હુમલો વિસનગરમાં ગ્રાહક બાબતે બોલાચાલી કરી દુકાનદારના ભાઈને માર્યો, દુકાનદાર ઠપકો આપવા જતાં તેને પણ મારતાં ત્રણ સામે ફરિયાદ
વિસનગર શહેરમાં મેઈન બજારમાં ગ્રાહક બાબતે બોલાચાલી કરી દુકાનદારના ભાઈને લાકડી વડે બીજા દુકાનદારે માર માર્યો હતો.
વિસનગર શહેરમાં મેઈન બજારમાં ગ્રાહક બાબતે બોલાચાલી કરી દુકાનદારના ભાઈને લાકડી વડે બીજા દુકાનદારે માર માર્યો હતો. જે અંગે દુકાનદાર ઠપકો આપવા જતાં એને પણ લાકડી વડે મારતાં દુકાનદારે ત્રણ ઈસમો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઝપાઝપી કરી લાકડી-ગડદાપાટુનો માર માર્યો
વિસનગર શહેરના સાત ચકલી ગુરુના ખાંચામાં રહેતા રાશિદ આરીફભાઈ વહોરાની મેઈન બજારમાં ઈંડાની દુકાન આવેલી છે. જેમાં ગત તારીખ 20/10/2022ના રોજ રાશિદ ભાઈ એમની દુકાને ગયા ત્યારે તેમના ભાઈ ઉસમાન ભાઈ હાજર હતા. તેમણે કહ્યું કે આપણા સામેની દુકાન એ.વન દુકાન વાળા અકીલ સિદ્દીકભાઈ મેમણે મારી સાથે ગ્રાહક બાબતે બોલાચાલી કરી મને લાકડીથી માર માર્યો. જેથી રાશિદભાઈ એમના ભાઈ સાથે સામે વાળાને ઠપકો આપવા જતાં અકીલે એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી લાકડી વડે રાશિદભાઈને માર માર્યો હતો. એમનું ઉપરાણું લઈ અકીલના પિતા સિદ્દીકભાઈ અને તેના ભાઈ સોયેબે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો.
વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આમ ઠપકો આપવા જતાં અકિલ સિદ્દીકીએ લાકડી વડે માર મારી અને તેના પિતા અને ભાઈએ ઉપરાણું લઈ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારતાં ત્રણ સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले