ઐતિહાસિક ચુકાદો:પોરબંદરના ટ્રાન્સજેન્ડરને સગીર પુત્રીનો કબજો સોંપવા કોર્ટે કર્યો હુકમ
અગાઉ રાણાવાવની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરૂષમાંથી સ્ત્રી બન્યા હતાં રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નિલેષકુમાર ભાઈશંકર મહેતા કે જેઓએ ટ્રાન્સ વુમન એટલેકે પુરુષ માંથી સ્ત્રી બન્યા છે.

- અગાઉ રાણાવાવની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરૂષમાંથી સ્ત્રી બન્યા હતાં
રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નિલેષકુમાર ભાઈશંકર મહેતા કે જેઓએ ટ્રાન્સ વુમન એટલેકે પુરુષ માંથી સ્ત્રી બન્યા છે. હાલ તેઓ બીજલ ભાઈશંકર મહેતા તરીકે ઓળખાય છે.
લગ્નજીવન સારું ન ચાલતાં છૂટાછેડા લીધા
નિલેશના પ્રથમ લગ્ન મીતલ સાથે થયેલા. તેઓને પુત્રીનો જન્મ થયેલો, બાદ તેઓનું લગ્નજીવન સુખરૂપ નહી ચાલતાં તેઓએ છુટાછેડા લીધા હતા. તે સમયે પુત્રીને કાયમી ધોરણે તેણીના કુદરતી-પિતાએ રાખવાનું નક્કી થતાં તેમના કાયદેસરના વાલીપણામાં પુત્રી વસવાટ કરતી હતી, બાદ નિલેશે પુનઃલગ્ન હેમાંગી સાથે કરેલા અને હેમાંગીને પણ તેમના અગાઉના લગ્નજીવનથી પુત્રી પ્રાપ્ત થયેલ હતી, હેમાંગી તથા નિલેશના લગ્નજીવનમાં મન મોટાવો રહેતા હોવાથી હેમાંગીએ નિલેશની સગીર પુત્રી મહેકને લઈને માવતરે ચાલ્યા ગયેલા. બાદ નિલેશ એટલેકે બીજલ દ્વારા પોતાની સગીર પુત્રી મહેકનો કબ્જો સર્ચ વોરંટથી મેળવવા માટે પોરબંદરની કોર્ટમાં અરજી દાખલ કરેલી. ચીફ કોર્ટે બીજલની માંગણી ફગાવી દીધેલી.
ટ્રાન્સજેન્ડરે પુત્રી માટે કોર્ટના હુકમને પડકાર્યો
બાદ બીજલ દ્વારા જિલ્લા અદાલતમાં કોર્ટના હુકમને ગેરકાયદેસરનું હોવાનું જણાવી પડકારેલો. જેમાં ટ્રાન્સજેન્ડર કરી હાલમાં સ્ત્રી બની ગયેલા હોય, તે સંજોગોમાં સગીર પુત્રીના પહેલા જે પિતા હતા તે હવે સ્ત્રી બની ગયેલા હોય, તેથી સગીર પુત્રી તેને પિતા કહેશે કે માતા કહેશે? સગીર પુત્રીના માનસ ઉપર વિપરીત અસર થાય તેમ હોય તેવા તર્ક રજૂ કર્યા હતા. જ્યારે બીજલ તરફે ધારાશાસ્ત્રી એમ.જી.શીંગરખીયા તથા સલીમ ડી. જોખીયા હાજર રહેલા અને તેઓએ જણાવેલ કે, હાલના કિસ્સામાં હેમાંગી કે, જેઓ સગીર પુત્રીના ઓરમાન માતા છે. ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટની જોગવાઈ મુજબ હાલમાં હેમાંગી પાસે જે સગીર પુત્રીનો કબ્જો ગેરકાયદેસરનો ગણાય. બીજલ સગીર પુત્રીના કુદરતી વાલી થાય છે.
કોર્ટે પુત્રીનો કબજો સોંપવા આદેશ કર્યો
નીચેની કોર્ટના ભુલ ભરેલા નિર્ણયથી ન્યાયનું હિત જ નહિ, પરંતુ સગીરનું હિત પણ જોખમમાં મુકાયેલું હોવાથી એવી દલીલો રજૂ કરતા, જિલ્લા અદાલતે રેકર્ડ ઉપર રજૂ થયેલ હકીતોને ધ્યાને લઈ ટ્રાન્સ વુમન બીજલ મહેતાની માંગણી વ્યાજબી અને કાયદેસરની હોવાનું માની નીચેની અદાલતનો હુકમ ક્ષતિયુકત ગણી તેને રદ કરેલ અને બીજલને સગીર પુત્રી સોંપવા હુકમ કર્યો છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले