અગનજ્વાળા ભભૂકી:રાજકોટમાં TVSના શો-રૂમમાં ભીષણ આગ, કાર અને બાઈક બળીને ખાખ, લોકોમાં અફરાતફરી મચી
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આજે સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આજે સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અચાનક લાગેલ આગના કારણે 10થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.
શો-રૂમ ભડકે બળ્યો
શહેરના ગોંડલ રોડ પર આવેલા પર TVSનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમમાં વહેલી સવારે અચાનક આગે દેખા દીધી હતી. અને શો-રૂમ માંથી આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં આજુ-બાજુમાંથી લોકો એકઠા થયા હતા. જોત જોતામાં શો-રૂમ ભડકે બળ્યો હતો અને અંદર કાર તથા બાઈક સહિતનો મુદામાલ સળગી રહ્યો હતો. જેને પગલે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થયા
આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
7 બાઈક બળીને ખાખ
આજથી 4 મહિના પહેલા ગોંડલમાં બાઈકના શો-રૂમમાં રાત્રિના અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મોડી રાત્રીના દુકાનમાંથી ધુમાડા નિકળતા હતા. જેને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ ભીષણ આગમાં 7 બાઈક બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું.
સોની બજારમાં ભીષણ આગ લાગી હતી
રાજકોટમાં 2 મહિના પૂર્વે પણ રાજકોટની સોની બજારમાં ભીષણ આગ લાગ્યાના દૃશ્યો સર્જાયા હતા. જ્યાં પરમેશ્વરી હબ નામના બિલ્ડીંગમાં વિકરાળ આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગજનીનો બનાવ સામે આવતાની સાથે જ તાત્કાલિક અસરથી રાજકોટ મનપાનો ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. તો સાથો સાથ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले

