7 રાજ્યોમાં 100 સ્થળે ITના દરોડા:પોલિટિકલ ફન્ડિંગ મામલે કાર્યવાહી, રાજસ્થાનમાં ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવને ત્યાં પણ રેડ
અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી પહોંચી ઇન્કમટેક્સની ટીમ, એડમિશનના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ આવકવેરા વિભાગે બુધવારે દેશભરના 7 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ITએ આ દરોડા રાજકીય ફંડિંગ સંબંધિત મામલામાં પાડ્યા છે.
- અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી પહોંચી ઇન્કમટેક્સની ટીમ, એડમિશનના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ
આવકવેરા વિભાગે બુધવારે દેશભરના 7 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ITએ આ દરોડા રાજકીય ફંડિંગ સંબંધિત મામલામાં પાડ્યા છે. અહેવાલો અનુસાર, IT ટીમો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ હાજર છે. તે જ સમયે, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવના 53 સ્થળો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. રાજેન્દ્ર યાદવને શિક્ષણ સાથે જોડાયેલા ઘણા બિઝનેસ છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા સતત ચાલુ રહ્યાં છે. તાજેતરમાં ચિરિપાલ ગ્રુપ સહિતનાં ઠેકાણે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો. હવે ફરીવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. શહેરની સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ કેમ્પસમાં પહોંચી હતી, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને પરત મોકલી દેવાયા હતા. એડમિશનના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ કરાઈ છે.
અનેક નવા કોર્સ શરૂ કરીને એડમિશન અપાયાં
તાજેતરમાં સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે. માન્યતા મળતાં જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યાં હતાં, જેને કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. એને કારણે જ આજે આ કેમ્પસમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે.
24 સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ છે
આગામી 24મી સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવાનો છે. આ સમારોહમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક લોકો હાજર રહેવાના છે. જોકે સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતાં આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે. હાલમાં કેમ્પસની આસપાસ વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં જમા થયાં છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले


