5 સેકન્ડમાં મોત આંબી ગયું, CCTV:જેતપુર નજીક ટેન્કરે બાઇકચાલકને 50 ફૂટ ઢસડી કચડ્યો, વ્હીલ માથે ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત
બાઇકચાલક વાડીએ જતો હતો ત્યારે પેઢલા ચોકડી ક્રોસ કરી રહ્યો હતો અને ટેન્કર માથે ચડી ગયું જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર પેઢલા ચોકડી પાસે રવિવારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકચાલક યુવાનને કચડ્યો હતો.
- બાઇકચાલક વાડીએ જતો હતો ત્યારે પેઢલા ચોકડી ક્રોસ કરી રહ્યો હતો અને ટેન્કર માથે ચડી ગયું
જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર પેઢલા ચોકડી પાસે રવિવારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકચાલક યુવાનને કચડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક યુવાનને ટેન્કરે 50 ફૂટ સુધી ઢસડ્યો હતો તેમજ ટેન્કરના તોતિંગ વ્હીલ તેની પર ફરી વળતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો ગતો. આ ગમખ્વાર અકસ્માત બાદ ટેન્કરચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. જોકે આ અકસ્માતનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. સીસીટીવીમાં 5 સેકન્ડમાં જ બાઇકચાલક યુવાનને મોત આંબી ગયાનાં દૃશ્યો જોવા મળે છે.
મૃતક યુવાન બાઇક પર વાડીએ જતો હતો
અકસ્માત માટે જાણીતી પેઢલા ચોકડી ફરી ગોઝારી બની હતી. પેઢલા ગામનો હિતેશ રવજીભાઈ મકવાણા (ઉં.વ.28) નામનો યુવાન પોતાની બાઇક લઈને વાડીએ જતો હતો. ત્યારે ગામમાંથી હાઈવે પર ચોકડી ક્રોસિંગ કરતો હતો એ વેળાએ માતેલા સાંઢની માફક ધોરાજી બાજુથી આવતું GJ-12-BV-9489 નંબરના ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધો હતો. હિતેશ ટેન્કર હેઠળ આવી જતાં ચાલકે બ્રેક મારતાં 50 ફૂટ જેટલો ઢસડાયો હતો. બાદમાં ટેન્કર ઊભું રહેતાં ચાલક નીચે ઊતરી નાસી ગયો હતો.
હિતેશ ટેન્કર હેઠળ ફસડાયો અને મોત મળ્યું
જ્યારે લોહીલુહાણ હાલતમાં રહેલા હિતેશને ત્યાં સ્થળ પર આવી ગયેલા તેમના સંબધીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ટેન્કરચાલકના ગફલતભર્યા ડ્રાઇવિંગને પગલે યુવાન અચાનક જ ટેન્કર નીચે ફસડાયો હતો અને મોત આંબી ગયું હતું.
નકામી આડશ દૂર કરવાની સરપંચની માગ
મૃતકના નાનાભાઈ પુરુષોત્તમભાઈએ ટેન્કરચાલક સામે માનવ જિંદગી જોખમાય એ રીતે પૂરપાટ ઝડપે ટેન્કર ચલાવી અકસ્માત સર્જી હિતેશભાઈનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત ઝોન તરીકે કુખ્યાત પેઢલા ચોકડી વિશે ગામના લોકોએ જણાવ્યું હતું કે અહીં રોડ પર ટોલનાકા ઓથોરિટી દ્વારા ત્રણ દિવસથી રોડ પર કામ ચાલુ કર્યા વગર આડશ ઊભી કરી છે, જેને કારણે પણ અકસ્માત સર્જાય છે. આજે અકસ્માત થયો ત્યારે ફરી ગામના સરપંચે તરત જ ટોલનાકાને રોડની આડશો દૂર કરવા ફોન કરી જણાવ્યું હતું.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले


