2 બૂટલેગરે 6 મહિનામાં 20 બેન્ક ખાતાંમાંથી 44 કરોડનાં ટ્રાન્ઝેક્શન કર્યા, જ્યારે ત્રીજાનું ટર્નઓવર 200 કરોડથી વધારે
વિકાસ...!
- વિકાસ…! નાના ઉદ્યોગપતિઓ-કંપનીઓ કરતાં વધુ કમાઈ રહ્યા છે ગેરકાયદે દારૂ વેચનારા
- બૂટલેગર પિન્ટુ ગડરી પોલીસને દર મહિને ~2 કરોડનો હપતો આપતો હોવાનો સૂત્રોનો દાવો
દારૂના ગેરકાયદે ધંધામાં બૂટલેગરોની કમાણી નાના ઉદ્યોગપતિઓ કરતાં પણ વધુ છે. પોલીસે પકડેલા બે બૂટલેગરો દ્વારા 44 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યભરમાં દારૂ સપ્લાય કરતા અન્ય એક બૂટલેગરનું ટર્નઓવર 200 કરોડ કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂનું નેટવર્ક આયોજનપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં થયો છે.
ગુજરાતના કુખ્યાત ગણાતા નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા દારૂના નેટવર્કમાં આંગડિયા પેઢીઓ મારફત નાણાંનો હવાલો અપાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે બન્નેના આંગડિયા દ્વારા કરાતા નાણાકીય વ્યવહારોની તપાસ કરતાં કુલ 44 કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બન્ને ઉપરાંત તેમના મળતિયાઓનાં 20 બેન્ક ખાતાં સીઝ કર્યાં છે. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ વ્યવહારો થયા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. નાગદાન અને વિનોદ સિંધી પાર્ટનરશિપમાં દારૂનો ધંધો કરે છે. વડોદરાના કરજણ અને અમદાવાદના કણભા ખાતેના ગુનામાં બન્નેની ધરપકડ કરાઈ હતી.
બીજી તરફ, સ્ટેટ મોનિટરિંગ સેલે ગોવાથી નવાપુરામાં દારૂ લાવી ત્યાંથી ગુજરાતમાં સપ્લાય કરનારા બૂટલેગરને મુંબઈથી પકડયો હતો. તેની તપાસમાં પણ દારૂના ધંધાનું ટર્નઓવર 200 કરોડથી વધુનું હોવાનું બહાર આવ્યું છે. આટલું જ નહીં, તેના ફોન રેકોર્ડમાં દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. મહિને બે કરોડનો હપતો આ બૂટલેગર પોલીસને આપતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.
દારૂના પેમેન્ટની હેરાફેરી- માટે બે આંગડિયા પેઢી સામે તપાસ થશે
પોલીસે નાગદાન અને તેના પાર્ટનર વિનોદ સિંધીના દ્વારા જે આંગડિયા પેઢીઓ દ્વારા પૈસાની હેરફેર કરવામાં આવતી હતી તેની સામે તપાસ શરૂ કરી છે. પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢી ખાતે છેલ્લા છ મહિના દરમિયાન નાગદાનના નવ કરોડ અને વિનોદ સિંધીના 35 કરોડ ઉપરાંતના વ્યવહારોનું હોવાનું બહાર આવ્યું છે.
એક જ બૂટલેગરનું ગોવાથી ગુજરાત સુધીનું નેટવર્ક, દારૂ માટે નવાપુરામાં 7 ગોડાઉન
બીજી તરફ… સ્ટેટ મોનિટરિંગ સેલે ગોવાથી નવાપુરામાં દારૂ લાવી ત્યાંથી ગુજરાતમાં સપ્લાય કરનારા બૂટલેગરને મુંબઈથી પકડયો હતો. તેની તપાસમાં પણ દારૂના ધંધાનું ટર્નઓવર 200 કરોડથી વધુનું હોવાનું બહાર આવ્યું છે. આટલું જ નહીં, તેના ફોન રેકોર્ડમાં દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. મહિને બે કરોડનો હપતો આ બૂટલેગર પોલીસને આપતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દારૂનો સપ્લાય કરનારા બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરીને સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડયો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા નવાપુરા ખાતે સાત જેટલા દારૂના ગોડાઉન રાખી પિન્ટુ સાઉથ ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો. ગોવાથી દારૂ લાવી નવાપુરાના ગોડાઉનમાં ભરી રાખતો હતો અને ત્યાંથી ટ્રકો મારફત ગુજરાતમાં સપ્લાય કરતો હતો.
જ્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલ એકટિવ થયું ત્યારથી ટ્રકોના બદલે નાની નાની કારમાં દારૂ સપ્લાય કરતો હતો. અત્યારસુધી તે દારૂના 33 ગુનામાં વોન્ટેડ હતો. અને દારૂના ધંધામાં તે 200 કરોડથી વધુનું ટર્નઓવર કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આટલું જ નહીં, તેના ફોન રેકોર્ડમાંથી પણ આઈપીએસ સહિત પોલીસ અધિકારીઓનાં નામો ખૂલ્યાં હોવાનું પોલીસસૂત્રોનું કહેવુ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
