હા, વીડિયોમાં હું જ છું:સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ અને બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રીનો દારૂ પીતો વીડિયો ફરતો થયો, હાથમાં ગ્લાસ ને મંદ-મંદ બોલિવૂડ સોંગ સાથે મહેફિલ

By Abhishek Raghuvanshi
2 Min Read
https://timenews.today/img/2022/07/My-Video13-5.mp4
  • વોર્ડ નં-16ના ભાજપ પ્રમુખ જયસુખ ઠુમ્મરે કબૂલ્યું કે હા, વીડિયોમાં હું જ છું

રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે સુરતના વોર્ડ નં.16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડ્યા હતા. જ્યારે વીડિયોમાં બોલવૂડ સોંગ પણ વાગી રહ્યા હતા.

ઓફિસ જેવી જગ્યાએ મહેફિલમાં બેઠા હતા
સુરતના વોર્ડ નં.16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને મહેફિલમાં બેઠા હતા. એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વીડિયો બનાવી લીધો હતો.

મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હતા
બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડતા હતા. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વીડિયો પરથી જણાય રહ્યું હતું. વિડીયોમાં‘ અભી ઝિંદા હું તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે’ સોંગ પણ વાગી રહ્યું હતું.

કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત ફોડ ન પાડ્યો
વીડિયો મામલે ઠુમ્મરને પૂછવામાં આવતા કહ્યું કે વીડિયો મને મળ્યો નથી, તમે મોકલો તો જોઈને કહું. બાદમાં વીડિયો જોઈ કહ્યું કે, હા હું દેખાઉં તો છું વીડિયોમાં, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો ન હતો

- Advertisement -
Exit mobile version