देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

હાર્દિકના ભાજપ પ્રવેશમાં ગરબડ ના થાય એ માટે કમલમ પાસે પોલીસ-બંદોબસ્ત, BJPના કાર્યકરોને ચૂપ રહેવા આદેશ

પાટીદાર સમાજનું એક જૂથ હાર્દિકનો વિરોધ કરી રહ્યું છેસોશિયલ મીડિયામાં પણ હાર્દિકવિરોધી વાતાવરણ કોંગ્રેસ છોડી હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ સમયે કોઈ ગરબડ ના થાય એ માટે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની આસપાસ પોલીસનો લોખંડી પહેરો ગોઠવવામાં આવી શકે છે.

Abhishek Raghuvanshi2 जून 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પાટીદાર સમાજનું એક જૂથ હાર્દિકનો વિરોધ કરી રહ્યું છે
  • સોશિયલ મીડિયામાં પણ હાર્દિકવિરોધી વાતાવરણ

કોંગ્રેસ છોડી હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ સમયે કોઈ ગરબડ ના થાય એ માટે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની આસપાસ પોલીસનો લોખંડી પહેરો ગોઠવવામાં આવી શકે છે. એટલું જ નહીં, હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે સોશિયલ મીડિયામાં કોઈપણ ટીકાટિપ્પણી કે કોઈપણ વિવાદ ઊભો ના કરવા માટે ભાજપની તમામ ટીમોને સૂચના પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કમલમમાં પહેરો મજબૂત બનાવી દેવામાં આવ્યો
પાટીદાર અનામત આંદોલનથી નેતા બનીને કૉંગ્રેસનો પણ હાથ છોડી ભાજપમાં જોડાઈ રહેલા હાર્દિક પટેલ સામે પાટીદાર સમાજના કેટલાક યુવાનોમાં ભારે રોષ ફેલાયો હોવાના મુદ્દે IBએ પણ સરકાર સુધી જાણ કરી હોવાથી કમલમમાં પહેરો મજબૂત બનાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કેટલાક વિરોધી કોઈ બબાલ ના કરે એની સાવચેતી રાખવામાં આવી છે.

પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો
પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો

વિરોધ ના થાય એ માટે ભાજપ પણ એલર્ટ
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપ સરકાર અને નેતાઓ વિરુદ્ધમાં બેફામ નિવેદન કર્યા બાદ હાર્દિક પટેલ ભાજપનો જ ખેસ પહેરી રહ્યા હોવાથી પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિકની સામે એક જૂથ જબરદસ્ત વિરોધનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે, તેથી ભાજપ પણ એલર્ટ થઈ ગયો છે. આ ઉપરાંત હાર્દિકના ભાજપ પ્રવેશના મામલે સોશિયલ મીડિયામાં પણ કોઈપણ પ્રકારની પોસ્ટ કે ટીકાટિપ્પણી નહીં કરવાની સૂચના પણ ભાજપ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

12 વાગ્યે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે
હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરિયો ખેસ પહેરશે. આજે કમલમ ખાતે 12 વાગે હાર્દિક પટેલને બહારના ગાર્ડનમાં બાંધેલા સમિયાણામાં ભાજપમાં એન્ટ્રી મળશે. હાર્દિક પટેલ તેમના નિવાસસ્થાને દુર્ગાપાઠ પૂજન ત્યાર બાદ એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામના દર્શન કરીને સાધુ સંતોની હાજરીમાં ગૌપૂજા કરી.. હવે કમલમ જવા રવાના થશે.

આજે ભાજપના બે અલગ-અલગ પ્રોગ્રામ
કમલમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાર્દિક પટેલે જીદ પકડી હોવાની વિગતો સામે આવી રહી છે. ભાજપમાં જોડાવાના છે એ નક્કી થઈ ગયા બાદ તેઓ કઈ રીતે જોડાશે એની આખી રૂપરેખા તેમણે પોતે જ નક્કી કરી છે. એક દિવસ અગાઉ હાર્દિક પટેલ ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે કેટલાક નેતાઓને મળ્યા હતા, જ્યાં તેમણે પોતાની જોડાવવાની વાત અને એકલા જ જોડાવાની જીદ કરી હતી, ત્યાર બાદ ભાજપે બે અલગ-અલગ પ્રોગ્રામ કરવાનું હવે નક્કી કર્યું છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑