સુરતમાં ચાલુ સિટી બસમાં ડ્રાઇવરને ખેંચ આવી, કારને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી ગઈ, મુસાફરોની ચીસાચીસ
બેભાન હાલતમાં ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો સુરતમાં સમયાંતરે બીઆરટીએસ બસ અને સિટી બસના અકસ્માતની ઘટના સર્જાતી રહે છે.
- બેભાન હાલતમાં ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો
સુરતમાં સમયાંતરે બીઆરટીએસ બસ અને સિટી બસના અકસ્માતની ઘટના સર્જાતી રહે છે. આજે સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં સિટી બસ-ચાલકને ખેંચ આવતાં કાર અને બે બાઈકને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બસ બ્રિજ નીચેથી પસાર થઇ રહી હતી. દરમિયાન એકાએક જ આ ઘટના બનતાં લોકો આસપાસના મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બસ એટલી ધડાકાભેર અથડાઈ હતી કે બસમાં બેઠેલા પેસેન્જરોને પણ ઇજા થઇ હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
એક મોટી દુર્ઘટના ટળી
સિટી બસ દિલ્હી ગેટ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી એ દરમિયાન ઘટના બની હતી. બસે પહેલા હોટલની બાજુમાં ઊભેલી વેગેનાર કારને ટક્કર મારી હતી. કારને પાછળના ભાગે લાગ્યા બાદ બે બાઈકને અડફેટે લઈ બસ સીધી હોટલમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે અત્યારે કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી, પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો છે એ જોતાં અચૂક એક મોટી દુર્ઘટના ટળી એવું ચોક્કસ કહી શકાય છે.
કારમાં કોઈ સવાર ન હોવાથી જાનહાનિ નહીં
સિટી બસ નંબર 126 દ્વારા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત ડ્રાઈવરને ખેંચ આવવાને કારણે બન્યો હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું. હોટલ નજીક કાર પાર્ક કરેલી હતી એમાં કોઈ વ્યક્તિ બેઠી ન હોવાને કારણે કોઈને ઇજા થઇ નથી. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બેભાન હાલતમાં ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો
મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ પર હતી. સ્ટેશન વિસ્તાર પર પહોંચતાં આ ઘટના બની છે. હાલ જાણવા મળ્યું છે કે ડ્રાઇવર બેભાન થઈ ગયો હોવાને કારણે આ ઘટના બની છે. સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક હોવાથી બસ હવે પણ ખૂબ જ ઓછી હતી. કંડકટર સાથે વાત થયા પ્રમાણે બસમાં બેઠેલા પેસેન્જરોને કોઇ ઇજા થઇ નથી. ડ્રાઈવરને બેભાન અવસ્થામાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
