વરસાદે સર્જેલી તારાજીનો ડ્રોન વીડિયો:ડીસાના માલગઢ ગામે ખેતરો બેટમાં ફેરવાયાં; જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી, સમગ્ર પાક ધોવાતાં ખેડૂતો ચિંતામાં
ડીસામાં ગઈકાલે ખાબકેલા પાંચ ઇંચ વરસાદે અનેક ગામડાંમાં ભારે તબાહી સર્જી છે, જેમાં માલગઢ ગામે પણ ધોધમાર વરસાદ થતાં ખેતરો અને ઘરો બેટમાં ફેરવાઈ ગયાં છે.
ડીસામાં ગઈકાલે ખાબકેલા પાંચ ઇંચ વરસાદે અનેક ગામડાંમાં ભારે તબાહી સર્જી છે, જેમાં માલગઢ ગામે પણ ધોધમાર વરસાદ થતાં ખેતરો અને ઘરો બેટમાં ફેરવાઈ ગયાં છે. ત્યારે વરસાદી પાણીએ કેવી તબાહી સર્જી છે એ આ ડ્રોન કેમેરાના વીડિયો પરથી જાણી શકાય છે.
પશુપાલન-ડેરી ઉદ્યોગને પણ ભારે નુકસાન
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત 12 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ડીસામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘતાંડવથી ગામડાં બેટમાં ફેરવાઈ ગયાં છે તાલુકાના માલગઢ ગામમાં પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મોંઘવારીના મારથી પીડાતા ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ એકવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માલગઢના પરબડી વિસ્તારમાં લોકોનાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં ઘરવખરીનો સામાન, પશુઓ અને ઘાસચારો સહિત તમામ માલસમાન પાણીમાં તકતો થઈ ગયો હતો.
ખેડૂતોને વળતર ચૂકવવા અપીલ
મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કરેલાં ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયાં છે, જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાનો વારો આવ્યો છે. માલગઢના પરબડી વિસ્તારમાં લોકોને કેટલું નુકસાન થયું છે એ ડ્રોન કેમેરાના વીડિયો અને ફોટા પરથી જાણી શકાય છે. અસરગ્રસ્ત લોકોની માગ છે કે ભારે વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું છે ત્યારે સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले

